તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં ધો. 6થી 8ની સ્કૂલ શરૂ, 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી, ફુલહારથી સ્વાગત, પગે પ્લાસ્ટર છતાં ઘોડીના સહારે વિદ્યાર્થિની પરીક્ષા આપવા પહોંચી

રાજકોટ10 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
ધોળકિયા સ્કૂલમાં પગમાં પ્લાસ્ટર હોવા છતાં વિદ્યાર્થિની સ્કૂલે ઘોડીના સહારે પહોંચી.
  • સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું સૌપ્રથમ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું
  • ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવીને જ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરાયો
  • ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા શરૂ ન થઇ હોવાથી 50 ટકા જ વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ધોરણ 9થી 12ના વર્ગો શરૂ થયા બાદ આજથી ધોરણ 6થી 8ના વર્ગો પણ શરૂ થઇ ગયા છે. રાજકોટમાં DivyaBhaskarની ટીમે ધોળકિયા અને કલ્યાણ સ્કૂલની મુલાકાત લઇ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, સ્કૂલો દ્વારા કોરોના ગાઇડલાઇનનનું પાલન કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પહેલા દિવસે જ ટ્રાન્સસસસપોર્ટેનની વ્યવસ્થા ન હોવાથી સ્કૂલોમાં 50 ટકા જ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ઓનલાઇન કરતા હવે ઓફલાઇન અભ્યાસ કરવામાં આનંદ આવશે. એક વિદ્યાર્થિનીના પગે પ્લાસ્ટર હોવા છતાં ઘોડીના સહારે પરીક્ષા આપવા માટે સ્કૂલે પહોંચી હતી.

હેન્ડ સેનિટાઇઝ કરાવવામાં આવ્યા
સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું સૌપ્રથમ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. ત્યારબાદ હેન્ડ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. તેમજ ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરાવીને જ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની શરૂઆત કરાવવામાં આવી હતી. ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું.

ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર ફૂલની પાંદડીનો વરસાદ કરાયો.
ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર ફૂલની પાંદડીનો વરસાદ કરાયો.

50 ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા
આજે ધો.6થી 8ના વર્ગો શરૂ થયા તે અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે , સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકા જેટલી જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા શરૂ ન થઇ હોવાથી 50 ટકા જ વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે અભ્યાસક્રમ શરૂ.
સોશિયલ ડિસ્ટન્સ સાથે અભ્યાસક્રમ શરૂ.

ફિઝીકલ અભ્યાસ કરવાનો આનંદ-વિદ્યાર્થી
બીજી તરફ ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સિદ્ધાર્થએ જણાવ્યું હતું કે, આજે સ્કૂલે આવી ફિઝિકલ અભ્યાસ કરવાથી આનંદ આવી રહ્યો છે. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર માસ્ક જોવા મળ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આગામી માર્ચ મહિનાથી ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થાય તેવી શકયતા સેવાઇ રહી છે.

50 ટકા વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી જોવા મળી.
50 ટકા વિદ્યાર્થીઓની સ્કૂલમાં હાજરી જોવા મળી.

એક વિદ્યાર્થિની ઘોડીના સહારે સ્કૂલે પહોંચી
11 માસ બાદ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ આજથી શરૂ થઇ છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ધોરણ 6થી 8ના 1.35 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે પૈકી 50 હજાર જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ તેમના બાળકોને સ્કૂલે જવા સંમતિ આપી છે. સવારના સાત વાગ્યાથી સ્કૂલ શરૂ થઇ છે. ધોળકિયા સ્કૂલમાં અકસ્માતમાં પગમા ફ્રેક્ચર થયું હોવા છતાં એક વિદ્યાર્થિની ઘોડીના સહારે સ્કૂલે પહોંચી હતી.

સ્કૂલે પહોંચતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી.
સ્કૂલે પહોંચતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો