તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:6 હજાર શ્રમિકને બુધવારે 4 ટ્રેનમાં MP-UP મોકલાયા, મોરબીથી 1668 મજૂર ઓરિસ્સા રવાના

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ રેલવે ડિવિઝન મજૂરોને વતન મોકલવા છેલ્લા ઘણા દિવસોથી સ્પેશિયલ ટ્રેન દોડાવી રહ્યું છે. અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર સહિતના રાજ્યોમાં મોટી સંખ્યામાં મજૂરોને વતન મોકલાયા છે. રાજકોટ રેલવે ડિવિઝનમાંથી બુધવારે એક જ દિવસમાં 5 ટ્રેનમાં છ હજારથી વધુ શ્રમિકોને ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ વતન રવાના કરાયા હતા. રાજકોટ સ્ટેશનથી યુપી અને એમપીની ચાર ટ્રેન અને એક ટ્રેન મોરબીથી ઓરિસ્સાની દોડાવવામાં આવી હતી. તમામ શ્રમિકોની તબીબી તપાસ કર્યા બાદ જ તેમને ટ્રેનમાં રવાના કરાયા હતા. મોરબીથી સાંજે 5.10 કલાકે બાલાસોર (ઓરિસ્સા) ટ્રેનમાં 1668 શ્રમિક વતન ગયા. જ્યારે રાજકોટથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન (ઉત્તરપ્રદેશ)ની ટ્રેન બપોરે 3.30 કલાકે 1616 શ્રમિક સાથે રવાના કરી હતી. જ્યારે રાજકોટથી આઝમગઢ (ઉત્તરપ્રદેશ)ની ટ્રેન બપોરે 1.15 કલાકે 1515 શ્રમિકો સાથે રવાના કરી. સવારે 9.05 કલાકે 1684 શ્રમિક સાથેની ટ્રેન રાજકોટથી વારાણસી રવાના કરાઈ હતી. રાત્રે 10 કલાકે રાજકોટથી રતલામ (મધ્યપ્રદેશ) છેલ્લી ટ્રેન રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો