તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન:રાજકોટમાં મનપાની ચૂંટણીમાં રોકાયેલા 6 હજાર સરકારી કર્મચારીનું બેલેટ પેપરથી મતદાન શરૂ, પોલીસ કમિશનરે મતદાન કર્યુ

રાજકોટ12 દિવસ પહેલા
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મતદાન કર્યુ
  • સવારથી જ સરકારી કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન શરૂ
  • કુંડલિયા કોલેજ અને ઘંટેશ્વર SRP કેમ્પમાં મતદાન કરવામાં આવી રહ્યું છે

રાજકોટ મનપાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફરજ પર રહેનાર રાજકોટના પોલીસ કર્મચારીઓ સહિત અલગ અલગ વિભાગના ચૂંટણી કામ માટે રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓના મતદાન માટે ચૂંટણી પહેલા બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં 6 હજાર જેટલા સરકારી કર્મચારીઓ રોકાયેલા છે. આજે આ તમામ કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી રહ્યાં છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રાવાલે ચૌધરી હાઇસ્કૂલના બુથ પર મતદાન કર્યું હતું.

રાજકોટમાં 60 સરકારી કચેરીના 6 હજાર કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે
રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 60 સરકારી કચેરીના 6000 જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજ માટે રોકવામાં આવ્યા છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ તથા આર.ઓ. બુથ લેવલના કર્મચારીઓ સહિત 6000ના સ્ટાફ માટે આજે પોસ્ટલ બેલેટ વોટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કર્મચારીઓ સવારથી જ મતદાન કરી રહ્યાં છે.

પોલીસ કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરવા પહોંચ્યા.
પોલીસ કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરવા પહોંચ્યા.

રાજકોટમાં સરકારી કર્મચારીઓનું બે બુથ મતદાન
રાજકોટની અલગ અલગ 2 જગ્યાએ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચૌધરી હાઈસ્કૂલ નજીક આવેલી કુંડલીયા કોલેજ અને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે મતદાન મથક પર અંદાજીત 6000 જેટલા કર્મચારીઓના બેલેટ મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ મતદાન કરી રહ્યાં છે. આજે 3000 જેટલા કર્મચારીઓ કુંડલીયા કોલેજ ખાતે બેલેટ પેપરથી મતદાન કરશે જ્યારે બાકીના 3000 જેટલા કર્મચારીઓ ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે બેલેટ પેપર મદદથી મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો