તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સંશોધન:દર્શન કોલેજના 6 વિદ્યાર્થીઓએ બેટરી-સોલારથી ચાલતી 6 સીટ વાળી બસ બનાવીઃ રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ

રાજકોટ4 મહિનો પહેલા
સોલાર બસની તસવીર
  • એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો રાજ્યમાં પ્રથમ પ્રયોગનો દાવો

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ નવા પ્રયોગ સાથે નવા આવિષ્કાર કરતા હોય છે. શહેરની દર્શન એન્જિનિયરિંગ કોલેજના છ વિદ્યાર્થીઓએ એવી બસ બનાવી છે કે જે બેટરી અને સોલારથી ચાલે છે. રાજ્યમાં આ પ્રકારનો પ્રયોગ પ્રથમ વખત કરાયો હોવાનો દાવો પણ વિદ્યાર્થીઓએ કર્યો છે.

છત પર 300 વોટની સોલાર પેનલ લગાવી છે
પોતાની જ કોલેજમાં ડીઝલથી ચાલતી બસમાંથી એવો વિચાર આવ્યો કે, એવી બસ બનાવીએ કે જે બળતણ રહિત હોય, પ્રદૂષણ ન ફેલાય અને ખર્ચ પણ ઓછો થાય. વિચાર અમલી કર્યો અને છ વિદ્યાર્થીઓ આ બસ બનાવવા લાગી પડ્યા. આ બસની ખાસિયત એ છે કે, બસની છત પર 330 વોટની સોલાર પેનલ લગાવી છે અને 12 વોટ અને 100 એમ્પિયરની 5 બેટરી લગાવી છે. સોલારની મદદથી બેટરી ચાર્જ થયા કરે અને બેટરીની મદદથી બસ ચાલ્યા કરે. બસમાં પાંચેય બેટરીને ચાર્જ કરતા 12 કલાકનો સમય લાગે છે. ફુલ ચાર્જ થયા બાદ આ બસ 40થી 50 કિલોમીટર સુધી ચાલે છે. બસમાં એક ડ્રાઈવર ઉપરાંત 7 વ્યક્તિ બેસી શકે છે.

આ બસ પ્રતિ કિલોમીટર 50ની ઝડપે ચાલે છે
કોલેજના વિદ્યાર્થીઓએ માત્ર 3 મહિનામાં આ બેટરી અને સોલારથી ચાલતી બસ બનાવી છે. આ બસ બનાવ્યા બાદ તેને રસ્તા પર પ્રતિ કિલોમીટર 50ની ઝડપે ટ્રાયલ પણ કરાઇ છે. કોલેજના ડિપ્લોમા મિકેનિકલ ડિપાર્ટમેન્ટના ફાઈનલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાર્ગવ દસાડિયા, હાર્દિક ટાંક, રાહુલ તલસાણિયા, પાર્થ વઘાસિયા, સાગર સંચાણિયા, અર્જુન પારેખે પ્રોફેસર મુકેશ વી. વેકરિયાના માર્ગદર્શન હેઠળ બસ બનાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો