દારૂ પાર્ટી બાદ કાર્યવાહી:રાજકોટની એક ફાયનાન્સ ઓફિસમાં 6 શખસે દારૂની પાર્ટી કરી, વાઈરલ વીડિયોના આધારે તમામની અટકાયત

રાજકોટ13 દિવસ પહેલા
  • પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું નિવેદન
  • વાયરલ વીડિયો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણછોડનગર શેરી નંબર 16માં એક ફાયનાન્સ ઓફિસમાં દારૂ પાર્ટી થઇ હોવાનું સામે આવ્યું છે. ફાયનાન્સ ઓફિસમાં થયેલ દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં 14 જેટલા લોકો દારૂની પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે.

પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા 6 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા વીરાભાઇ કચરાભાઈ ચાવડા નામના પોલીસ જવાન પણ દારૂ પાર્ટીમાં સામીલ જોવા મળ્યા હતા. વીડિયોમાં મયુરભાઈ ઘનશ્યામભાઈ ચાવડા (ઓફિસ પાર્ટનર), વીરાભાઇ ચાવડા (પોલીસ કોન્સ્ટેબલ), પંકજભાઈ વિભાભાઇ ડાંગર, જગદીશ પટેલ (મંડપ સર્વિસના ધંધાર્થી), જેન્તીભાઇ લોખીલ (ટ્રાન્સપોર્ટના ધંધાર્થી), હરભમભાઇ લોખીલ (રાજકોટ ડેરીના નિવૃત કર્મચારી) અને માટીયાભાઇ ભરવાડની ઓળખ થવા પામી છે.

વાયરલ વીડિયો અંગે રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.હાલ પોલીસે 6 લોકોની અટકાયત કરી છે, જ્યારે બીજા 6 જેટલા લોકોની ઓળખ થઈ છે તેઓની શોધખોળ ચાલુ છે. ત્યારે આ પાર્ટીમાં પોલીસ કોન્સ્ટેબલ હતા કે નહીં તે અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલની ખરાઈ થયા બાદ તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...