તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ આંખે કોરોનાને હરાવતો અદિત:6 માસનું કોરોનાગ્રસ્ત બાળક,ઓક્સિજનનું લેવલ 80,શ્વાસની સમસ્યા છતાં કોરોના સામે જીત મેળવી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બે દિવસ ઓક્સિજન વગર રાખવામાં આવ્યો હતો - Divya Bhaskar
બે દિવસ ઓક્સિજન વગર રાખવામાં આવ્યો હતો
  • ઘનિષ્ઠ સારવાર થકી નવજીવન આપતા રાજકોટ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના તબીબો

પગલીનો પડનાર હજુ સુષ્ટિમાં આવ્યો જ હોય તેવું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે. આવી જ ધટના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દેવડી ગામે રહેતા છ માસના બાળક અદિત વિકાણી સાથે બની હતી. તેના વિશે પિડીયાટ્રીક વિભાગના ડો. મનાલી જાવિયા જણાવે છે કે, અદીતને ચાર દિવસથી તાવ ઉધરસ, અને એક દિવસથી શ્વાસની સમસ્યા હતી. બાળકનું શરીર એકદમ ફિક્કુ પડી ગયુ હતુ તથા તેના લીવર અને સ્પલીન (બરોડ) પર સોજો આવી ગયો હતો. સામાન્ય રીતે બાળકોમાં લોહીના ટકા 10થી વધુ જોવા મળે છે પરંતું અદિતમાં તેનું પ્રમાણ 3.01 ટકા જેટલુ હતું તથા ઓક્સિજનનું લેવલ 80 જેટલુ થઈ ગયુ હતું. મારી કરીયરમાં અત્યાર સુધીમાં જોયેલા કેસમાં સૌથી ક્રિટીકલ કેસ હતો.

માતા-પિતા સાથે અદિત
માતા-પિતા સાથે અદિત

બે દિવસ ઓક્સિજન વગર રાખવામાં આવ્યો હતો
આ અંગે ડો. જાવિયા જણાવે છે કે, બાળકને સિવીલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને ચાર દિવસ હાઈ-ફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. સાથે સાથે તેની અન્ય સારવાર ચાલુ હતી. આ સમય દરમ્યાન તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી 3 બોટલ લોહી ચડાવ્યું હતું જેથી તબીયતમાં સુધારો જણાયો હતો પરંતુ બાળકની સ્વાસ્થયની પરિસ્થિતિ સંતોષકારક હોવાનું પ્રતિત થતું ન હતું. આથી તેનો ડી-ડાયમર ટેસ્ટ કરાતા તેનો ડિ-ડાઈમર રેશિયો સામાન્ય કરતા 8 ગણો વધુ હતો. બાળકની પરિસ્થિતિ નાજુક હતી આવા સંજોગોમાં તેને રેમડેસિવિર આપવામાં આવ્યું. તેના પરીણામે બાળકની તબિયતમાં વધુ સુધાર જોવા મળ્યો હતો. 4 દિવસ તેને સાદી કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. બે દિવસ ઓક્સિજન વગર રાખવામાં આવ્યો હતો. તબીયત સામાન્ય થતા અદિતને રજા આપવામાં આવી.

મારા દિકરાની તબિયત ખુબ જ સારી છે
બાળકના પિતા દશરથભાઈ વિકાણીએ સિવિલની સારવાર અંગે જણાવતા કહ્યુ હતું કે, મારો દિકરાની તબિયત બગડતા અમે ગભરાઈ ગયા હતા. અમે ગામડેથી સીધા જ રાજકોટ સિવિલમાં સારવાર કરાવવા પહોંચી ગયા હતા. મને રાજકોટ સિવિલની સારવાર ઉપર ભરોસો છે કારણકે મેં પણ ભૂતકાળમાં કોરોનાની સારવાર અહીં જ કરાવી છે. મારી દીકરી તથા પત્નીની સારવાર પણ અહીં જ કરાવી છે. ડોક્ટરો પણ નિયમીત અને સમયસર આવીને બાળકનું ચેક અપ કરતા. મારા દિકરાની તબિયત ખુબ જ સારી છે.

અન્ય સમાચારો પણ છે...