રાજકોટમાં પોલીસ માટે લાંછનરૂપ તોડકાંડ બાદ કમિશનર તરીકે જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદને ચાર્જ સોંપવામાં આવ્યો છે, તેમજ ક્રાઇમ બ્રાંચની કથળેલી હાલત સરખી થાય તે માટે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલની પણ નિમણૂક કરવામાં આવી હતી. જ્યાં હાલ તોડકાંડમાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ ઇન્ચાર્જ CP ખુરશીદ અહેમદ એક્શન લઈ રહી છે. 'તોડકાંડ' બાદ નબળા સુપરવિઝન બદલ સસ્પેન્ડ વી.કે.ગઢવીનો 6 માસનું ઈન્ક્રીમેન્ટ અટકાવ્યું છે.
ખાતાકીય ઈન્કવાયરી સોંપાઈ છે
આ ઉપરાંત PSI જેબલિયા અને ટીમના સામે DCPને ખાતાકીય ઈન્કવાયરી સોંપાઈ છે. આ સાથે ટીમના 7 પોલીસ કર્મચારીની ક્રાઈમ બ્રાન્ચમાંથી તાત્કાલિક અસરથી બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. આ ખાતાકીય ઈન્કવાયરીમાં જો પોલીસકર્મીઓ કસૂરવાર ઠરે તો ડિસમિસ સુધીના આકરા પગલાં લેવાઈ શકે છે.
પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી
નોંધનિય છે કે, 2 દિવસ પહેલા પણ એક જ જગ્યાએ ઘણા વર્ષથી ફરજ બજાવતા સ્ટાફને પણ બદલાવવામાં આવ્યા છે. વિવાદિત 7 પોલીસ બાદ વધુ 9 કર્મચારીઓની બદલીનો આદેશ કરતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ક્રાઈમ બ્રાંચના મહેશ મંઢ, જેન્તી ગોહેલ, આર કે જાડેજા, મયુર પટેલ, મનજી ડાંગર, અશોક ડાંગર, ઉમેશ ચાવડાને તેમના મૂળ સ્થાન પોલીસ મથકે પરત મોકલી દેવાનો હુકમ કર્યો હતો તે ઉપરાંત પુષ્પરાજસિહ અને ભગીરથસિહને એ ડીવીઝન, જયેશ નિમાવતને થોરાળા, ચેતનસિહ, વનરાજસિહ, સિદ્ધરાજસિહને કુવાડવા, વિક્રમભાઈને આજી ડેમ અને બીપીનભાઈ, કરણ મારૂને પ્ર.નગર પોલીસ મથકમાં બદલીનો હુકમ કર્યો છે. એટલું જ નહીં આગામી દિવસોમાં શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફમાં ફરજ બજાવતા અને કોઇને કોઇ વિવાદમાં રહેલા સ્ટાફને પણ મહત્ત્વની જગ્યા પરથી દૂર કરવામાં આવશે.
5 PIની આંતરિક બદલી કરી
જી.એમ.હડિયાની એરપોર્ટથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, જે.ડી.ઝાલાની ગાંધીગ્રામથી એસઓજી ,સી.જી,જોષીની એસઓજીથી એ ડિવીઝન ,વી.જે,ફર્નાન્ડીઝની એ ડિવીઝનથી ટ્રાફિક શાખા અને વી.આર.રાઠોડની ટ્રાફિકથી એરપોર્ટ બદલી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.