તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:એઝાઝ ગેંગના 6 સાગરીત 10 દિવસના રિમાન્ડ પર સોંપાયા, ભિસ્તીવાડની ટોળીનાં 11 સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટના સંગઠિત ટોળકી બનાવી ગંભીર ગુના આચરતી ઇમ્તિયાઝ ઉર્ફે લાલા ગેંગ બાદ 10 વર્ષમાં 76 ગંભીર ગુના આચરનાર ભિસ્તીવાડના એઝાઝ ઉર્ફે ટકા ગેંગ સામે પ્રદ્યુમ્નનગર પોલીસમથકમાં ગુજસીટોક હેઠળ બીજો ગુનો નોંધાયો છે. એઝાઝ ઉર્ફે ટકો અકબર ઉર્ફે હકુભા ખીયાણી અને તેના 10 સાગરીત સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગેંગના મિરજાદ અકબર ઉર્ફે હકુભા ખીયાણી, સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી, માજિદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણાચ, ઇમરાન જાનમહમદ મેણુ, માજિદ રફિક ભાણુ અને મુસ્તફા અકબર ઉર્ફે હકુભા ખીયાણીની ધરપકડ કરી છે. ગેંગના અન્ય ચાર સાગરીત જેલમાં અને સૂત્રધાર ફરાર હોય તેને પકડવા તેમજ વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા એસીપી પી.કે.દિયોરા સહિતની ટીમ છએય આરોપીને 15 દિવસના રિમાન્ડની માગણી સાથે ખાસ અદાલતમાં રજૂ કરાયા હતા. અને તા.15 સુધી એટલે કે દસ દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસને સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો