તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલથી યુનિવર્સિટીની કસોટી:મરાઠવાડા યુનિ.ના પૂર્વ કુલપતિ સહિત 6 સભ્ય સૌરાષ્ટ્ર યુનિ.નું ઇન્સ્પેક્શન કરશે

રાજકોટ12 દિવસ પહેલા
 • નેકની ટીમને ગાર્ડ ઓફ ઓનર અપાશે
 • ટીચિંગ-નોન ટીચિંગ કર્મીઓને સવારે 7થી સાંજે 7 સુધી હાજર રહેવા ફરમાન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલથી બે દિવસ ઇન્સ્પેક્શન કરવા માટે આજે સાંજે NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઈન્સિલ)ની ટીમ રાજકોટ આવી પહોંચશે. લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તારીખ 18થી 20 દરમિયાન કસોટી થશે. નેકની ટીમમાં નંદેડ-મહારાષ્ટ્રની સ્વામી રામાનંદ તીર્થ મરાઠવાડા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.પંડિત બાલચંદ્ર વિદ્યાસાગર સહિત 6 સભ્યની ટીમ આજે સાંજે રાજકોટ આવી પહોંચશે અને કાલે સવારે યુનિવર્સિટી કેમ્પસમાં આવશે. આજે સાંજે નેકની ટીમનું રાજકોટમાં આગમન થશે અને 18મીએ સવારે 9 કલાકે ટીમ યુનિવર્સિટી કેમ્પસ પર આવશે. અહીં એનસીસીના કેડેટ્સ દ્વારા નેકની ટીમને ગાર્ડ ઓફ ઓનર અપાશે.

18મીએ સવારે નેકની ટીમ યુનિવર્સિટી કેમ્પસ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ કરશે. સત્તાધીશો ટીમને ભગવદ ગીતા આપી આવકારશે. ત્યારબાદ સિન્ડિકેટ રૂમમાં નેકની ટીમ કુલપતિનું પ્રેઝન્ટેશન નિહાળશે. ત્યારબાદ આઈક્યુએસીનું પ્રેઝન્ટેશન જોશે. 18મીએ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 18 અને 19 બે દિવસ ભવનોનું ઇન્સ્પેક્શન કરશે અને 20મીએ ટીમ રિપોર્ટ સબમિટ કરશે અને સાંજે વિદાય લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીને તારીખ 18, 19 અને 20 સુધી સવારે 7થી સાંજે 7 સુધી હાજર રહેવા ફરમાન કરાયું છે.

આ કમિટી ત્રણ દિવસ યુનિ.નું મૂલ્યાંકન કરશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છ સભ્યની ટીમ ઈન્સ્પેકશન કરશે. જેમાં ડૉ. પંડિત બાલચંદ્ર વિદ્યાસાગર (ચેરમેન) પૂર્વ કુલપતિ સ્વામી રામાનંદ તીર્થ મરાઠવાડા યુનિવર્સિટી, નંદેડ-મહારાષ્ટ્ર, ડૉ. ધર્મેન્દ્રકુમાર મિશ્રા (પ્રોફેસર), ડૉ. પી. સુબ્રમણિયાન, ડૉ. સંદીપ જૈન, પ્રોફેસર સી. મધુમથી, ઝોકાઈટ લુંન્ગાઈ (પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ સાઇકોલોજી, મિઝોરમ યુનિવર્સિટી)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો