નિર્ણય:રાજકોટના 6 મામલતદારની બદલી, 6 નાયબ મામલતદારને બઢતી અપાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે મામલતદારની બદલી તેમજ નાયબ મામલતદારને પ્રમોશન આપતા રાજકોટમાં 6 મામલતદારની બદલી થઈ છે જ્યારે 6ને પ્રમોશન અપાયા છે. પશ્ચિમ મામલતદાર વી. એન. ભગોરાની ઔડા મામલતદાર, દક્ષિણ મામલતદાર સી.એમ. દંગીની ગાંધીનગર આઈઓઆરએ મામલતદાર, બિન ખેતી મામલતદાર એચ. સી. તન્નાની જામનગર કલેક્ટર કચેરી, લોધિકા મામલતદાર કે. કે. રાણાવસિયાની પાટણમાં, પ્રોટોકોલ મામલતદાર જે. એન. મહેતાની અમરેલી, હક્કપત્રક મામલતદાર વિરલકુમારી માકડિયાની અમરેલી બદલી કરાઈ છે જ્યારે રૂડામાં ફરજ નિભાવતા જાનકી પટેલની રાજકોટમાં જ પશ્ચિમ મામલતદાર તરીકે બદલી કરાઈ છે.

આ ઉપરાંત સી. ટી. ચોવટિયા, વી.એલ. ધાનાણી, એસ. એચ. હાંસલિયા, એચ.ડી. પરસાણિયા, આર. એસ. લાવડિયા, બી. જે. પંડ્યાને નાયબ મામલતદારમાંથી મામલતદારનું પ્રમોશન અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...