તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠપકો:રાજકોટ-અમદાવાદ 6 લેન હાઈવેનું કામ ધીમું, રાજકોટ કલેક્ટરે કોન્ટ્રાક્ટરને ખખડાવ્યાં, કામગીરી ઝડપી બનાવવા હાઈવે ઓથોરિટીનાં અધિકારીઓનાં રિવ્યુ લેવાશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સિક્સલેન કરવાની કામગીરી ત્રણ તબક્કાના ફેઈઝમાં ચાલી રહી છે

રાજકોટ-અમદાવાદ હાઈવે પર સતત વધી રહેલા ટ્રાફિકના પગલે આ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન કરવાની કામગીરી પોણા બે વર્ષથી શરૂ છે. પરંતુ આ કામગીરી ધીમી ગતિએ ચાલીરહી હોય ટ્રાફિકના પ્રશ્નો ઉભા થયા છે. તેની સાથે વાહનચાલકોને પણ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેની ધીમી ચાલતી કામગીરીને લઈને જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કોન્ટ્રાક્ટરને ખખડાવી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીને ઝડપી બનાવવા હાઈવે ઓથોરિટીના અધિકારીઓનાં પણ રિવ્યુ લેવામાં આવશે.

કામગીરી ત્રણ તબક્કાના ફેઈઝમાં ચાલે છે
આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ-અમદાવાદ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન કરવાની કામગીરી ત્રણ તબક્કાના ફેઈઝમાં ચાલી રહી છે. જેમાં રાજકોટથી બામણબોરની કામગીરી અત્યંત ધીમી છે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, અમદાવાદ બાજુની આ હાઈવેની કામગીરીમાં ઝડપ છે. પરંતુ રાજકોટથી બામણબોર સુધી આ હાઈવેનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

હાઈવેની કામગીરીમાં ઝડપ લાવવા કોન્ટ્રાક્ટરને આદેશ
અહી એ પણ ઉલ્લેખનીય છે કે અમદાવાદ બામણબોર વચ્ચે આઠ જેટલા ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ સંદર્ભે કલેક્ટરે અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, આ હાઈવેની કામગીરીમાં ઝડપ લાવવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે. આ બાબતે હાઈવે ઓથોરિટીનાં અધિકારીઓનાં રીવ્યુ લેવાશે.

રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુ.
રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુ.

સિક્સલેન બન્યા પછી અમદાવાદ પહોંચવામાં 1 કલાકનો સમય બચશે
રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદની સરખેજ ચોકડીનું અંતર 200 કિ.મી. થાય છે. આ માર્ગ હાલ ફોરલેન છે. તે સિક્સલેન કરવા માટે 12 ફૂટ જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ રસ્તો છ માર્ગીય થયા બાદ સૌરાષ્ટ્રના વાહનચાલકોને અમદાવાદ જવામાં એકાદ કલાકનો સમય બચશે. હાલ આ રસ્તો બની રહ્યો હોવાથી વાહનચાલકોને મુશ્કેલી થઇ રહી છે.