તસ્કરોનું નાઇટ કોમ્બિંગ:જસદણના સાણથલી ગામમાં તસ્કરોનો તરખાટ, દુકાન અને બે હીરાના કારખાનામાંથી 6 લાખની ચોરી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
6 લાખ જેટલી રકમના મુદ્દામાલની તસ્કરી થઈ - Divya Bhaskar
6 લાખ જેટલી રકમના મુદ્દામાલની તસ્કરી થઈ

જસદણ તાલુકાના સાણથલી ગામે તસ્કર ટોળકીએ ગત રાત્રે કોમ્બીંગ કરી એક દુકાન અને બે હીરાના કારખાનાને નિશાન બનાવી રૂ.6 લાખના મુદામાલની તસ્કરી કરતા ગ્રામ્યજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ચોરીના બનાવ અંગે આટકોટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા CCTV કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ સ્થળો પર તસ્કરો ત્રાટક્યા
અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સાણથલીના વાસાવડ રોડ ઉપર દુકાન ધરાવતા નિલેશભાઈ રામજીભાઈ રીબડીયાની દુકાનમાંથી સોપારી 10 કિલો ચા 10 કિલો તેમની ખેતી માટે લીધેલી દવા અને ગલ્લામાંથી બારસો રૂપિયા જેવી રોકડ રકમ અને વિનુભાઈ દુર્લભજીભાઈ શિરોયાના હીરાના કારખાનામાંથી રૂ.12 હજાર રોકડ તેમજ તૈયાર અને કાચા હીરા મળીને અંદાજે 6 લાખ જેટલી રકમના મુદ્દામાલની તસ્કરી થઈ હતી.

પોલીસે CCTV કબ્જે કર્યા
પોલીસે CCTV કબ્જે કર્યા

ગામમાં ફફડાટ ફેલાયો છે
આ ઉપરાંત ચતુરભાઈ શિરોયાના હીરાનું કારખાનામાં પણ શટરના નકુચા તોડીને 3 નંગ હીરાની ઘંટીની સરણ સહીત રોકડ રકમ અને તૈયાર કરેલા હીરા તેમજ કાચા હીરા સહિત અન્ય મુદ્દા માલ સાથે સાણથલી ગામમાં 6 લાખના મુદ્દામાલને તસ્કરો ઉઠાવી ગયા છે. અત્રે ઉલ્લેખની છે કે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગત સાંજે નવા PSI સિસોદિયા હાજર થયા છે. તેમનું સ્વાગત લાખો રૂપિયાની ચોરી કરીને કરવામાં કરાયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ચોરીના બનાવથી સાણથલી ગામમાં ફફડાટ ફેલાયો છે અને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

(દિપક રવિયા,જસદણ)