તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી વેકેશન:રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજથી 6 દિવસનું દિવાળી વેકેશન, આગામી 18 નવેમ્બરથી યાર્ડ ખુલશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી બેડી માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન રહેશે
  • લાભપાંચમથી ફરી માર્કેટ યાર્ડ ધમધમશે

આજથી દિવાળીનો પર્વ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા બેડી યાર્ડમાં આજથી દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે. યાર્ડ દ્વારા 6 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 13 નવેમ્બરથી એટલે કે આજથી 18 નવેમ્બર સુધી બેડી માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન રહેશે.

મગફળી સહિતના પાકોની આવક બંધ કરવામાં આવી
રાજકોટ,વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં આજથી 18 નવેમ્બર સુધી દિવાળીના તહેવારોની રજા જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને આજથી આવકો બંધ કરી દેવાઈ છે. હવે તા.19ને ગુરૂવારે લાભપાંચમથી મુહર્તના સોદા થશે. વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ અનાજ વિભાગમાં તા.13થી 18 અને રાજકોટમાં શાકભાજી વિભાગમાં તા.15થી 18 સુધી રજા રહેશે. સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડોમાં આજથી દિવાળીનું મિનિ વેકેશન શરૂ થઈ ગયું છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બમ્પર આવક
સૌરાષ્ટ્રભરમાં મગફળીની આવકમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ રહી છે. જેને લઈને માર્કેટ યાર્ડના અનેક શેડ મગફળીથી ભરચક થઈ ગયા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક થતાં માર્કેટ યાર્ડ સતાધીશો દ્વારા મગફળીની આવક બંધ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો