વ્યવસ્થા:રાજકોટ STની 59 બસ ચૂંટણી માટે સુરેન્દ્રનગરમાં ફાળવાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાન કરવા વતન આવવા-જવા માટે મજૂરોનો ટ્રાફિક વધારે રહેતા વધારાની 10 બસ દોડાવાઈ

રાજકોટ એસ.ટી. ડિવિઝનની સુરેન્દ્રનગર ડેપોની 59 બસ સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી માટે એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત મતદાન કરવા માટે મજૂરોનો ટ્રાફિક વધારે રહેતા દાહોદ-ગોધરા રૂટની વધારાની 10 બસ દોડાવાઈ રહી છે.આ અંગે એસ.ટી. વિભાગના નિયામક વડા જે.બી. કલોતરાના જણાવ્યાનુસાર ગ્રામપંચાયતની ચૂંટણી માટે બસ વધારાની ડિમાન્ડ માત્ર સુરેન્દ્રનગર જિલ્લા તરફથી આવી હતી. આથી, આ રૂટ માટે 59 બસ ફાળવાઈ છે.

સરધાર સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી લોકોને સરળતા રહે તે માટે વધારાની 100 બસ ફાળવવામાં આવતા આ રૂટ પર દર 20 મિનિટે એક બસ દોડાવવામાં આવી હતી. આ તમામ બસમાં ટ્રાફિક મળી રહ્યો હતો. આ રૂટની બસ રાજકોટ બસપોર્ટ ઉપરાંત આજી ડેમથી દોડતી રહી હતી. શનિવારે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ થતા જામનગર અને મોરબી જવા માટે ટ્રાફિકની સંખ્યા વધી છે. જેને કારણે હાલ આ રૂટ પર વધારાની બસ દોડાવવામાં આવી રહી છે.

જોકે લગ્ન સિઝનમાં રાજકોટથી સુરત, અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર,વડોદરા સહિતના શહેરો અને જિલ્લામાં આવન-જાવન માટે પૂરતો ટ્રાફિક મળી રહ્યો હતો. લગ્ન સિઝન હોવાને કારણે સામાન્ય દિવસો કરતા દોઢ ગણા મુસાફરોએ એસ.ટી. બસમાં મુસાફરી કરી હોવાનો અંદાજ છે. હવે કમુરતાં બેસી ગયા હોવાથી તમામ રૂટ પર લગ્ન સિઝનનો ટ્રાફિક ઘટી જશે. 15 જાન્યુઆરી પછી એસ.ટી. બસમાં લગ્ન સિઝનનો ટ્રાફિક જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...