તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન કેમ્પ:નરેશ પટેલના જન્મદિને 5612 લોકોએ રક્તદાન કર્યું

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકોટ સહિત રાજ્યભરમાં 17 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5612 લોકોએ રક્તદાન કર્યું હતું. રાજકોટ શહેરમાં બે સ્થળે ઉપરાંત 17 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સતત 21મા વર્ષે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને ‘રક્તદાન એ જ મહાદાન’ના સંકલ્પને સાકાર કર્યો હતો.

11 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત, પાટણ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, જસદણ, તોરી, ચિત્તલ સહિત કુલ 17 સ્થળ પર એકસાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો. રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતેને કેમ્પમાં 1300 બોટલ અને પટેલવાડી બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 900 બોટલ રક્ત એકત્રિત થયું હતું. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડઅને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...