રાહત:તિરુપતિમાં ફસાયેલા 55 લોકો 6 કલાક બાદ સ્વખર્ચે પરત ફર્યા, 9 નવેમ્બરના રોજ રાજકોટથી યાત્રાએ ગયા હતા

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચેન્નાઈમાં વરસાદના કારણે ટ્રેન કેન્સલ થતાં રાજકોટથી યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 55 યાત્રાળુ તિરુપતિમાં ફસાયા હતા. યાત્રાળુઓએ તંત્ર પાસે મદદ માગી હતી, પરંતુ મદદ ન મળતા 6 કલાક બાદ સ્વખર્ચે બસની વ્યવસ્થા કરી ચેન્નાઈ પહોંચ્યા હતા. ચેન્નાઈમાં સૌથી વધુ વરસાદ પડતા અનેક બ્રિજ અને રેલવે ટ્રેકનું ધોવાણ થયું હતું. જેના કારણે અનેક ટ્રેન રદ થઇ હતી. યાત્રાળુ હીના રાઠોડના જણાવ્યા પ્રમાણે રાજકોટથી 9 નવેમ્બરના રોજ 55 લોકો યાત્રાએ ગયા હતા. યાત્રા દરમિયાન કોઈપણ જાતની હાલાકી પડી ન હતી. આ દરમિયાન ચેન્નાઈમાં વધુ વરસાદ પડતા રેલવે ટ્રેકનું ધોવાણ તેમજ બ્રિજ તૂટી ગયા હતા.

જેના કારણે કેટલીક ટ્રેન રદ કરવામાં આવી હતી. શનિવારે સવારે 11.30 કલાકે રામેશ્વરમ-ઓખા ટ્રેન રદ કરવામાં આવી હતી. યાત્રાળુઓ તિરુપતિ પહોંચ્યા બાદ ટ્રેન કેન્સલ થયાની જાણ થઈ હતી. ત્યારબાદ તંત્ર પાસે મદદ માગી હતી, પરંતુ કોઈપણ જાતની મદદ ન મળતા 6 કલાક હાલાકીનો સામનો કરી સ્વખર્ચે આપમેળે બસની વ્યવસ્થા કરી રાતે 8.30 કલાકે ચેન્નાઈ પહોંચ્યા હતા અને ત્યાંથી સવારે 3.45 કલાક 21 યાત્રાળુ ચેન્નાઈ-અમદાવાદ ફ્લાઈટમાં નીકળશે જ્યારે 35 યાત્રાળુ રવિવારે રાતે 11 કલાકે ચેન્નાઈ-વડોદરા ટ્રેનમાં નીકળશે અને વડોદરાથી બાય રોડ રાજકોટ આવશે.

અન્ય સમાચારો પણ છે...