તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 55 દર્દીના મોત, આજે નવા કેસ 315ને પાર નોંધાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • આજે 556 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
  • ડિગ્રી વગર કોવિડ કેર સેન્ટર ચલાવતા ડો. શ્યામ રાજાણીની જામીન અરજી રદ

રાજકોટમાં કોરાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથોસાથ મૃત્યુની સંખ્યા પણ ઘટી ગઇ છે. શહેરમાં 24 કલાકમાં 55 દર્દીના મોત નીપજ્યાં છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. જ્યારે કુલ કેસની સંખ્યા 37890 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 3016 દર્દી સારવાર હેઠળ છે. આજે 556 દર્દીઓ કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે 319 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 5744 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 5259 સહિત કુલ 11003 નાગરિકોએ રસી લીધી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કનવેંશન સેન્ટરમાં કોવિડ ૧૯ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યાં દર્દીઓને સારવાર સાથે સંગીત પણ પીરસવામાં આવે છે. ગુજરાતી ભવનના ડો. જોષી દર્દીઓને મ્યુઝિક થેરાપી આપી રહ્યા છે. ઓ મેરે.. દિક કે ચેન ગીત પર દર્દીઓ પણ આનંદ લઇ રહ્યા હતા.

ડિગ્રી વગર કોવિડ કેર સેન્ટર ચલાવતા ડો. શ્યામ રાજાણીની જામીન અરજી રદ
રાજકોટમા આશરે પાંચ વર્ષ કરતા વધુ સમયથી કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી ન હોવા છતા પોતાને ડોકટર તરીકે ઓળખાવી દર્દીઓની સારવાર કરતો અને સારવાર માટે હોસ્પીટલ ચલાવતો બનાવટી તબીબ શ્યામ રાજાણીની આગોતરા જામીન અરજી રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ બી.બી.જાદવે રદ કરેલ છે.

આરોપી શ્યામ રાજાણીની ફાઈલ તસ્વીર
આરોપી શ્યામ રાજાણીની ફાઈલ તસ્વીર

ગામડાંમાં 25થી 60 વર્ષની મહિલા સૌથી વધુ સંક્રમિત થઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના 45થી વધુ વિદ્યાર્થીઓના ગ્રામ્ય વિસ્તારના નિરીક્ષણ અને કાઉન્સેલિંગના આધારે તારણ નીકળ્યું કે, કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓમાં પણ સંક્રમણ અને મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અને વેક્સિનની જાગૃતિ તથા મહિલાઓની અમુક બેદરકારીને કારણે તેઓની સંકમિત થવાની અને મૃત્યુ થવાની બાબતો નજરે ચડી છે. મનોવિજ્ઞાન ભવનના વિવિધ વિદ્યાર્થીઓ જે ગ્રામ્ય વિસ્તારથી જોડાયેલા છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોના નિરીક્ષણથી જણાયું કે, કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ 25 થી 60 વર્ષની સ્ત્રીઓના થયાં છે એવું કહીએ તો ખોટું નથી.

રાજકોટમાં અનુભવી સ્ટાફે એક વાયલમાંથી 10ને બદલે 11ને ડોઝ આપતા 5% વધુ રસીકરણ થયું
18થી 44 વર્ષના લોકોનું રસીકરણ થઈ રહ્યું છે પણ હાલ રસીના સ્ટોકની મર્યાદા હોવાથી 10 જ શહેરોમાં પરવાનગી મળી છે ત્યારે જેટલા ડોઝ અપાય છે. તેમાંથી ઓછામાં ઓછો બગાડ થાય તેવી સૂચના છે પણ રાજકોટ મહાનગરપાલિકાએ બગાડ તો દૂર જેટલા ડોઝ આપ્યા છે તેના કરતા પણ વધારે વેક્સિનેશન કરીને વિક્રમ સર્જ્યો છે. કોરોનાની રસીની ખાસિયત છે કે, એક વખત વાયલમાં સીરીંજ જાય એટલે 4 કલાકમાં વાપરી લેવાની અને ન વપરાય તો તેને ફેંકી દેવાની હોય છે આ કારણે સ્વાભાવિક છે કે થોડો ઘણો બગાડ થાય પણ રાજકોટ શહેરમાં બગાડ તો દૂર જથ્થા કરતા પણ વધુ રસીકરણ થઈ રહ્યું છે. રાજકોટમાં અનુભવી સ્ટાફે એક વાયલમાંથી 10ને બદલે 11ને ડોઝ આપતા 5% વધુ રસીકરણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...