ચૂંટણીની તૈયારીને આખરી ઓપ:રાજકોટ રેન્જના 5 જિલ્લામાં 5450 મતદાન મથક, CAPFના 1483 હાફ સેક્શનથી બંદોબસ્ત જાળવવામાં આવશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આવતીકાલે રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં 3259 બિલ્ડિંગમાં 5450 બુથો ઉપર મતદાન પ્રક્રિયા થશે. જેમાં દેવભૂમી દ્વારકામાં 418 બિલ્ડિંગમાં 672 બુથ, રાજકોટ ગ્રામ્યમાં 749 બિલ્ડિંગમાં 1302 બુથ, મોરબી જિલ્લામાં 528 બિલ્ડિંગમાં 868 બુથ, સુરેન્દ્રનગરમાં 830 બિલ્ડિંગમાં 1366 બુથ, જામનગરમાં 734 બિલ્ડિંગમાં 1242 બુથનો સમાવેશ થાય છે. આ તમામ બુથો તથા બિલ્ડિંગો ઉપર 3439 પોલીસ કર્મચારીઓ, 5609 હોમગાર્ડ સભ્યો તથા સી.એ.પી.એફ.ના 1483 હાફ સેકશનથી બંદોબસ્ત જાળવવામાં આવનાર છે.

5 જિલ્લામાં 73 ચેકપોસ્ટ કાર્યરત
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં 73 ચેક પોસ્ટ કાર્યરત છે, જેમાં 292 પોલીસ કર્મચારીઓ તથા 146 કર્મચારીઓ ચેકિંગની કામગીરી કરી રહી છે. એસ.એસ.ટી.ની 144 ટીમો કાર્યરત છે. તથા એસ.એસ.ટી.ની તમામ ટીમો દ્વારા મોટી રકમની હેરફેર રોકવા માટે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે. પોલીસ સેક્ટર મોબાઇલની 500 ટીમો જેમાં 1000 પોલીસ કર્મચારીઓ તથા 500 હોમગાર્ડ સભ્યો ફરજ બજાવી રહ્યા છે. તેમજ સેક્ટર મેજીસ્ટ્રેટ મોબાઇલની 614 ટીમો જેમાં 614 પોલીસ કર્મચારીઓ તથા 614 હોમગાર્ડ સભ્યો ફરજ બજાવશે. આ તમામ લોકો મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક ચૂંટણીલક્ષી કામગીરી કરશે.

બીએસએફની 26 કંપની તહેનાત
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં બીએસએફની 26 કંપનીઓ, સીઆરપીએફની 27 કંપનીઓ, એસએસબી 10 કંપનીઓ, સીઆઈએસએફ 11 કંપનીઓ, આરપીએફ 1 કંપની, આઈટીબીપી 12 કંપનીઓ તેમજ છત્તીસગઢની 10 કંપનીઓ, મધ્યપ્રદેશની 10 કંપનીઓ, બિહારની 10 કંપનીઓ તેમજ નાગાલેન્ડની 8 કંપનીઓ મળી 125 કંપનીઓની ફાળવણી કરી દેવામાં આવી છે. પાંચ જિલ્લામાં 44,922 અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં 267 આરોપીઓ ઉપર પાસા દરખાસ્તો તથા 477 આરોપીઓ ઉપર હદપારીની દરખાસ્તો મુકેલાનો પણ સમાવેશ થયેલ છે.

દેશી તમંચા, બંદૂકના 21 કેસ કરવામાં આવ્યા
જયારે દેશી તમંચા, બંદૂકના 21 કેસો કરવામાં આવેલ છે, જેમાં 21 હથીયાર તેમજ 29-કાર્ટીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ સાથે ગાંજો સહિતના માદક પદાર્થના 08 કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂના 2474 કેસો કરી 2152 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને રૂ. 2,46,205 નો ઇંગ્લીશ તથા દેશીદારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 8,25,341 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...