ગરીબ કલ્યાણ મેળો:રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં 3061 લાભાર્થીને 54 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ. - Divya Bhaskar
લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ.

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં 13માં તબક્કાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 3062 લાભાર્થીઓને 54 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમંત્રીએ 10 લાભાર્થી સાથે સંવાદ કર્યો હતો
પડધરીના કંચનબેન ગોસ્વામી સાથે સંવાદ કરતાં મંત્રીએ પૂછ્યું હતું કે, શેનો લાભ મળ્યો છે? જેના ઉત્તરમાં લાભાર્થી કંચનબેને કહ્યું હતું કે, આજે અમૃતકાર્ડની સહાયને કારણે જ મારું સારી હોસ્પિટલમાં કિડનીનું ઓપરેશન થયું છે અને અત્યારે હું એકદમ સ્વસ્થ છું. મંત્રીએ 10 જેટલા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જરૂરિયાતમંદ વ્યક્તિઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.

પંચાયતી રાજની આગેકૂચ કોફીટેબલ બૂકનું વિમોચન કર્યું
સરકારના વિવિધ વિભાગની યોજનાઓના આશરે 3061 લાભાર્થીઓને અંદાજિત રૂપિયા 54 કરોડ જેટલી રકમની સહાય ચૂકવવામાં આવી હતી. જે અંગે મહાનુભાવોના હસ્તે સ્ટેજ ઉપરથી 32 જેટલા લાભાર્થીઓને વિવિધ સહાયનાં લાભો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સોલાર રૂફટોપ, નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય, માનવ કલ્યાણ, કેટલ શેડ બાંધકામ સહાય, વ્હાલી દીકરી, કુંવરબાઇનું મામેરું, વાજપાઈ બેંકેબલ, PMJAY અને ગંગા સ્વરૂપા યોજના સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સરકારના વિવિધ 12 વિભાગના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયત વિભાગની વિવિધ સિદ્ધિઓ દર્શાવતી પંચાયતી રાજની આગેકૂચ કોફીટેબલ બૂકનું વિમોચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...