તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:53 પોસ્ટલ કર્મીના ચૂંટણીના ઓર્ડર, કચેરી બંધ રાખવી પડે તેવી સ્થિતિ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ચૂંટણી કામગીરીમાં લેવાતા પોસ્ટ સેવાને અસર

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જુદી જુદી સરકારી કચેરીઓના કર્મચારીને ચૂંટણી ફરજ સોંપવામાં આવી રહી છે ત્યારે બુધવારે રાજકોટની હેડ પોસ્ટ ઓફિસના એકસાથે 53 કર્મચારીના ચૂંટણી ફરજના ઓર્ડર ઈશ્યૂ થતાં ગણગણાટ શરૂ થયો છે. કારણ કે, હેડ પોસ્ટ ઓફિસમાંથી કાઉન્ટરના ક્લાર્ક, પોસ્ટમેન સહિતના મોટાભાગના કર્મચારીઓના ચૂંટણી કામગીરીના ઓર્ડર આવતા આ કર્મચારીઓ જો ચૂંટણી ફરજ પર જશે તો હેડ પોસ્ટ ઓફિસના તમામ કાઉન્ટર, ચેક ક્લિયરન્સ, રજિસ્ટર એડી, પાર્સલ બુકિંગ, બિલ ભરવાના, ચલણ ભરવાના, મહિલાઓને પેન્શનની કામગીરી, પોસ્ટ ખાતેદારોની જુદી જુદી સેવાઓને પણ માઠી અસર પડશે. તમામ કાઉન્ટર ખાલી થઇ જશે અને હેડ પોસ્ટ ઓફિસ બંધ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અર્ધ સરકારી પોસ્ટમેન જે ગ્રામીણ ડાક સેવક તરીકે માત્ર 5 કલાકની ડ્યૂટી કરી રહ્યા છે તેમના પણ ઓર્ડર નીકળ્યા છે.

પોસ્ટ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની જુદી જુદી સરકારી કચેરીઓના સ્ટાફને ચૂંટણી ફરજ પર લેવાના ઓર્ડર થયા છે. આગામી તારીખ 21મીએ મતદાન થવાનું છે જેના અનુસંધાને તારીખ 17મીને બુધવારે તમામ સરકારી કર્મચારીઓને ચૂંટણી સંબંધિત કામગીરીની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. યુનિવર્સિટીમાં પણ નેકની ઇન્સ્પેક્શનની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના જ ઓર્ડર નીકળતા કલેક્ટરને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો