મતદાર યાદી સુધારણા કાર્યક્રમ:રાજકોટ શહેર અને જિલ્લામાં ગઇકાલે રવિવારે 52,568 અરજી આવી, પહેલી વખત નામ નોંધાવનારાની સંખ્યા 27,882

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મતદારા યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ લોકોનો ધસારો વધ્યો. - Divya Bhaskar
મતદારા યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ લોકોનો ધસારો વધ્યો.

ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં 21 અને 28 ઓગસ્ટ તેમજ 4 અને 11 સપ્ટેમ્બર આમ કુલ ચાર રવિવારના રોજ મતદારયાદીમાં સુધારા અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી 52,568 અરજી આવી છે. જેમાં પહેલી વખત નામ નોંધાવનારાની સંખ્યા 27,882 છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં ક્યાથી કેટલી અરજી આવી?
ગઈકાલે 11 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, જેતપુર, ગોંડલ અને ધોરાજીમાં ચૂંટણીકાર્ડમાં નામ, ફોટા, જન્મતારીખ, સરનામું સુધારવાની સાથોસાથ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા સહિતની કુલ 52,568 અરજી આવી હતી. જેમાં રાજકોટ ઈસ્ટમાં 3152, વેસ્ટમાં 4428, સાઉથમાં 4717, રાજકોટ ગ્રામ્યમાં 13518, જસદણમાં 6771, જેતપુરમાં 7666, ગોંડલમાં 4153 અને ધોરાજીમાં 8163 અરજીનો સમાવેશ થાય છે.

છેલ્લા ચાર રવિવારના દિવસમાં કુલ મળીને 1,23,253 અરજી મળી.
છેલ્લા ચાર રવિવારના દિવસમાં કુલ મળીને 1,23,253 અરજી મળી.

18થી 19 વય જૂથના નવા મતદારોની સંખ્યા 1,20,891
વિધાનસભાની બેઠકો ઉપર 18થી 19 વય જૂથના નવા મતદારોની સંખ્યા 1,20,891, 20થી 29 વયજૂથના નવા મતદારોની સંખ્યા 10,250 નોંધાઈ છે. ઉપરાંત ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરાવનારની સંખ્યા 64565 તેમજ ચૂંટણીકાર્ડમાં નામ, ફોટો, જન્મતારીખ કે સરનામું સુધારવાની અરજીઓ 31,187 જેટલી મેળવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ મતદાર યાદી ખાસ સુધારણાં ઝુંબેશ અંતર્ગત વિધાનસભાની બેઠકોમાં 21 ઓગસ્ટના રોજ 9650, 28 ઓગસ્ટના રોજ 24,150, 04 સપ્ટેમ્બરના રોજ 36,885 અને 11 સપ્ટેમ્બરના રોજ 52,568 એમ કુલ 1,23,253 વિવિધ અરજીઓ સ્વીકારવામાં આવી હોવાનું અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...