તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 51 New Subjects Including Production, Automobile Design And Fire Safety Will Be Introduced In The Faculty Of Science At Saurashtra University.

શિક્ષણ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં પ્રોડક્શન, ઓટોમોબાઈલ ડિઝાઈન અને ફાયર સેફ્ટી સહિતના 51 નવા વિષય શરૂ કરાશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી જૂન-2022થી લાગુ થનારી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને જુદી જુદી ફેકલ્ટીના ડીન અને અધરધેન ડીન દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં નવા વર્ષથી અનેક નવા વિષયો ઉમેરવામાં આવ્યા છે જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઇ શકે. આ ઉપરાંત પરીક્ષા પદ્ધતિ સહિત અન્ય ઘણી બાબતોમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. જોકે મોટાભાગના બદલાવ અંતિમ તબક્કામાં છે હજુ આખરી નિર્ણય લેવાયો નથી, પરંતુ મહદંશે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને બદલાવ કરાશે. નવા વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયન્સના વિદ્યાર્થીઓને પ્રોડક્શન ડિઝાઈન, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઈન, ઓટોમોબાઈલ્સ ડિઝાઈન અને ફાયર સેફ્ટી પ્રોગ્રામ જેવા નવા કોર્સ ઉપરાંત જૂના કોર્સમાં પણ નાનામોટા બદલાવ કરીને અપગ્રેડ કરાયા છે. યુનિવર્સિટીના સાયન્સના વિદ્યાર્થીઓને કુલ 51 જુદા જુદા વિષય નવી શિક્ષણ નીતિને અનુસંધાને આવતા વર્ષથી ભણાવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીના ડીન અને અધરધેન ડીનને નવી શિક્ષણ નીતિના અનુસંધાને અભ્યાસક્રમ તૈયાર કરવા આદેશ આપી દેવાયા છે અને સંભવત ડિસેમ્બર સુધીમાં તૈયાર થઇ જાય તેવી શક્યતા પ્રવર્તી રહી છે.

40 માર્કની પરીક્ષા: 30 પ્રોજેક્ટ- 30 માર્ક પ્રેઝન્ટેશનના
સાયન્સ ફેકલ્ટીમાં નવા કોર્સની સાથે સાથે પરીક્ષા પદ્ધતિમાં પણ બદલાવ કરાશે. અત્યાર સુધી 70 માર્કની પરીક્ષા અને 30 માર્ક ઇન્ટર્નલ આપવામાં આવતા હતા પરંતુ હવે નવી શિક્ષણ નીતિમાં 40 માર્કની જ પરીક્ષા લેવામાં આવશે જ્યારે 30 માર્કનું વિદ્યાર્થીએ પ્રોજેક્ટ વર્ક કરવાનું રહેશે અને 30 માર્કનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે એવી રીતે 100 માર્ક મળશે.

વિદ્યાર્થીને ઉદ્યોગ સાહસિક બનાવવા MOU કરાશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિક બને અને એપ્રેન્ટિસમાં જાય તેવો પ્રયત્ન કરાશે, વિવિધ ઉદ્યોગો સાથે પરામર્શ કરી એમઓયુ કરાશે અને ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે અભ્યાસક્રમમાં પણ બદલાવ કરાશે. વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસ માટે ક્યાં જાય તેનું મોનિટરિંગ ભવનના અધ્યક્ષ કે અધ્યાપક કરે. તેનું રિપોર્ટિંગ પણ તેમણે યુનિવર્સિટીને કરવાનું રહેશે. > ડૉ. જી.સી. ભીમાણી, ડીન, સાયન્સ ફેકલ્ટી

અન્ય સમાચારો પણ છે...