કોરોના વાઇરસ:રાજકોટના ગામડામાં 50,000 લોકો આવ્યા, પોઝિટિવ કેસ વધી રહ્યા છે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનના 3 ફેઝ પૂરા કર્યા બાદ ગામડાઓમાંથી એક પછી એક કોરોના નીકળ્યો
  • ક્વોરન્ટાઈનનો નિયમ ન હોવાથી હવે ફોન પર તબિયત પૂછવાનો તંત્રનો પ્રયાસ શરૂ

  રાજકોટના ગ્રામ્ય વિસ્તારો અત્યાર સુધી કોરોનામાંથી મુક્ત હતા પણ હવે ત્યાંથી પણ કેસ આવી રહ્યા છે. સરધાર જેવા મોટા ગામોથી માંડી જસદણના જંગવડ જેવા અંતરિયાળ ગામોમાં પોઝિટિવ કેસ આવ્યા છે. આ તમામ કેસ રાજકોટ જિલ્લા સિવાય બહારથી આવેલા લોકોને કારણે ફેલાયો છે અને હજુ આવા 50,000 લોકો છે.    લોકડાઉનમાં છૂટછાટો આપતા પહેલા જિલ્લામાં અવર જવર માટે મંજૂરીની પ્રક્રિયા કરાઈ હતી ત્યારે હજારો લોકો રાજકોટ સ્થિત પોતાના વતનમાં પરત ફરવા ઈચ્છતા હતા જેમાં અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈનો સમાવેશ થાય છે તે તમામને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ  લોકડાઉન 4માં મંજૂરીની આવશ્યકતા જ ન હોવાની અને હવે ગુજરાતના જિલ્લાઓમાંથી આવેલા લોકોને ક્વોરન્ટાઈન પણ નહીં કરાય તેવી ગાઈડલાઈન આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર 50,000 લોકોની હવે નિયમિત તપાસ કે ક્વોરન્ટાઈન શક્ય નથી આ માટે હવે ફોન પર સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ માટે અલગ અલગ તાલુકા કક્ષાએ આયોજન કર્યું છે તેમજ સ્ટાફ ફાળવાયો છે. આ સિવાય હવે જે લોકો બહારથી આવે છે તેમને સામેથી જ જાણ કરે અથવા તો ગ્રામપંચાયત જાણે કરે તો જ આરોગ્ય વિભાગને ખબર પડશે કે કેટલા લોકો અન્ય જિલ્લામાંથી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...