તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમાં કેમ વેક્શિનેશનને વેગ મળશે:રાજકોટમાં 200 ટોકન સામે 500થી વધુ લોકો એકઠા થતા પોલીસ બોલાવાઇ, ગામડામાં PHC સેન્ટરમાં રસી નથી કહી લોકોને ધક્કા ખવડાવાય છે

રાજકોટ3 મહિનો પહેલા
રસી નથી કહી PHC સેન્ટર પર લોકોને ધક્કા થાય છે.
  • માલીયાસણ ગામ નજીક ખેરડી PHC સેન્ટરમાં વેક્સિન ન હોવાનું કહેવામાં આવ્યું હતું

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કોરાના સામે એક જ હથિયાર વેક્શિનેશન છે તેવું વારંવાર કહેવામાં આવે છએ. પરંતુ રાજકોટ જિલ્લામાં વેક્સિનનો પુરતો જથ્થો ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં આકાશવાણી ચોક નજીક શિવશક્તિ પ્રાથમિક સ્કૂલમાં સવારે વેક્સિન મૂકવાનું શરૂ થતા લોકોની ભીડ એકઠી થઇ હતી. 200ના ટોકન સામે 500થી વધુ લોકો એકઠા થતા પોલીસ બોલાવાઇ હતી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. બીજ તરફ ગ્રામ્ય વિસ્તારના PHC સેન્ટર પર વેક્સિન ન હોવાનું કહેવામાં આવતા લોકોને ધક્કા ખવડાવામાં આવે છે.

વેક્સિનેશનના વેગમાં ભંગ
એક તરફ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે અને બીજી તરફ સંક્રમણ અટકાવવા વેક્સિનેશન પ્રક્રિયા તેજ કરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વેક્સિનેશન વધારવા સરકારની સૂચના છે. ત્યારે શહેર બાદ જિલ્લામાં પણ હવે લોકો જાગૃતતા દાખવી વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરી રહ્યાં છે. પરંતુ કેટલાક PHC સેન્ટર પર વેક્સિન ન હોવાનું કહી લોકોને ધક્કા ખાવાની સમસ્યા સામે આવી રહી છે.

PHC સેન્ટર પર વેક્સિન ન હોવાનું સામે આવ્યું
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા માલીયાસણ ગામ નજીક ખેરડી PHC સેન્ટર ખાતે આજે વહેલી સવારથી લોકો વેક્સિનેશન માટે પહોંચ્યા હતા. પરંતુ PHC સેન્ટર ખાતે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાનું કહી તમામ લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. બાદમાં લોકો ફરીથી રજીસ્ટ્રેશન રિ-શિડ્યુલ કરી નવાગામ ગ્રામ પંચાયત સેન્ટર પર પહોંચ્યા પરંતુ ત્યાં પણ પ્રથમ ડોઝ લેનારને વેક્સિનેશન કરી આપવમાં ન આવતું હોવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે સવારથી લોકોને આમ-તેમ ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

PHC સેન્ટર પર લોકો અકળાયા.
PHC સેન્ટર પર લોકો અકળાયા.

લોકોને આમ-તેમ ધક્કા ખાવાનો વખત આવ્યો
વેક્સિન લેવા માટે ગયેલા અશોકભાઇએ જણાવ્યું હતું કે, રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને સવારે 9થી 12 વાગ્યાના સમયમાં પ્રથમ ડોઝ લેવાનો હતો. જોકે ત્યાં પહોંચતા વેક્સિન ન હોવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ રિ-શિડ્યુલ કરાવવામાં આવ્યું છતાં વેક્સિન મળી નહોતી. જેમાં તેમની સાથે કેન્દ્ર પર અન્ય પણ 50 જેટલા લોકો હતા જેમને પણ વેક્સિન ન મળી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકો વેક્સિન લેવા જાગૃત થયા છે તો આ સમયે વેક્સિનનો જથ્થો પૂરતો ન હોવાથી લોકો આમ-તેમ ધક્કા ખાવાનો વખત આવ્યો છે.

ગઇકાલે ગ્રામ્યમાં 2976 લોકોએ વેક્સિન લીધી હતી
રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન વધારવા સૂચના આપવામાં અપાઈ છે. પરંતુ આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશન પૂરતા પ્રમાણ થતું ન હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં ગઇકાલે 2976 લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં સર્વાધિક જેતપુરમાં 216 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો અને ગોંડલમાં 479 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 60 વર્ષથી વધુ ઉંમરના 1320 અને 45થી 60 વર્ષના 1656 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...