આરોગ્યના દરોડા:રાજકોટમાં સદગુરૂ પ્રોવિઝન સ્ટોરમાંથી 500 ગ્રામ વાસી મેંદાનો લોટ મળ્યો, લક્ષ્મી ડ્રાયફ્રુટમાં ગંદકીના ગંજ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ રાજકોટ શહેરના જંકશન પ્લોટ અને ગાયકવાડી વિસ્તારમાં ચેકીંગ કામગીરી હાથ ધરેલ હતી. આ ચેકીંગ કામગીરી દરમ્યાન ફૂડ શાખાએ ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરી હતી જેમાં સદગુરૂ પ્રોવિઝન સ્ટોરમાંથી 500 ગ્રામ વાસી મેંદાનો લોટ મળ્યો, લક્ષ્મી ડ્રાયફ્રુટમાં ગંદકીના ગંજ મળી આવ્યા હતા. આ ઉપરાંત ફૂડ શાખાએ આ ચેકીંગ કામગીરી દરમ્યાન ફૂડ લાયસન્સ ન હોવા બાબતે જુદી જુદી 6 પેઢીઓને નોટીસો પણ ફટકારી હતી

19 નમુના લેવામાં આવ્યા
આજે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કુલ 20 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવેલ હતું અને દૂધની બનાવટ, ઠંડાપીણા, મસાલા, બેકરી પ્રોડકટ, ખાદ્ય તેલ વગેરેના સ્થળ ઉપર જ 19 નમુના લેવામાં આવ્યા હતા અને તેમનું ચેકીંગ કરવામાં આવેલ હતું.આ ઉપરાંત જંકશન પ્લોટ વિસ્તારમાં જ આવેલ સદગુરૂ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કામગીરી દરમ્યાન એકસપાયર થયેલ મેંદાના 500 ગ્રામના પેકીંગનો નાશ કરવામાં આવ્યો હતો જયારે જય જલારામ બેકર્સને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ હતી. રાજશકિત ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ તથા લક્ષ્મી ડ્રાયફ્રુટ, લક્ષ્મી કિરાણા ભંડાર અને જય બજરંગ કોલ્ડ્રીંકસને પણ લાયસન્સ બાબતે ફૂડ શાખાએ નોટીસ ફટકારી હતી.

આ સ્થળો પર ચકાસણી કરવામાં આવી
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા જંકશન પ્લોટ અને ગાયકવાડી વિસ્તારમાં આવેલ જય જલારામ ડેરી ફાર્મ, જય ખોડીયાર ફરસાણ માર્ટ, ન્યુ આદિનાથ સ્વીટ સેન્ટર, દિપક પ્રોવિઝન સ્ટોર, ઘનશ્યામ પાર્લર પોઇન્ટ, ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, જય બાલાજી ચાઇનીઝ એન્ડ પંજાબી, શકિત ડેરી ફાર્મ, સ્વામીનારાયણ ફરસાણ, બાલાજી પાર્લર, અશોક બેકરી, અમૃત સ્વીટ એન્ડ નમકીન ડેરી ફાર્મ તથા અમુલ રેસ્ટોરન્ટને સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

મિકસ દૂધના સેમ્પલ લેવાયા
ફૂડ વિભાગની ટીમે ઢેબર રોડ, ગોંડલ રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરી હતી જેમાં કુલ 17 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં લાયસન્સ બાબતે અવેરનેસ ડ્રાઇવ કરી હતી. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા કોઠારીયા રોડ ઉપર આવેલ રણુજા મંદિર પાસેની નંદનવન ડેરી ફાર્મ શોપ નં. 3માંથી મિકસ દૂધ તેમજ પેડક રોડ પર પાણીના ઘોડા પાસે આવેલ શ્રી ન્યુ રામેશ્વર ડેરી ફાર્મમાંથી મિકસ દૂધ(લુઝ)ના સેમ્પલ લેવામાં આવેલ હતા.

અન્ય સમાચારો પણ છે...