વેક્સિનેશન:20 કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50 હજાર વિદ્યાર્થીઓને વેક્સિન અપાશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્સિપાલો સાથે મિટિંગ થઇ, વિદ્યાર્થી સાથે પરિવાર પણ વેક્સિન લઇ શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની 20 કોલેજોમાં આશરે 50 હજાર જેટલા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને પણ વેક્સિન આપવા આયોજન કરાયું છે. 20 કોલેજોમાં વેક્સિનની સમય સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધીની નક્કી કરાયો છે. કોલેજો ઉપરાંત યુનિવર્સિટીના ભવનના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના જ આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન આપવામાં આવશે.

પી.ડી માલવિયા કોલેજના વિદ્યાર્થીઓનો ડેટા યુનિવર્સિટીમાં મોકલી દેવાતા આ કોલેજના 500 વિદ્યાર્થીઓને વેક્સિન આપવા 28મીએ પી.ડી માલવિયા કોલેજ કેમ્પસમાં વેક્સિનેશન અપાશે.

અન્ય સમાચારો પણ છે...