ડિમાન્ડ વધારે:લગ્ન માટે નવ ડેપોમાં 50 એસટી બસનું બુકિંગ થયું, બે વર્ષ બાદ જાન માટે એસટીનું બુકિંગ વધ્યું

રાજકોટ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરનું બુકિંગ નહિ થાય, ખાનગી વાહનો માટે પણ ડિમાન્ડ વધારે

છેલ્લા બે વર્ષથી લગ્નમાં જાન માટે એસટી બસનું બુકિંગનું ચલણ ઘટ્યું હતું, પરંતુ આ વખતે બસની ડિમાન્ડ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે. આ વખતે રાજકોટ ડિવિઝનની 9 ડેપોમાંથી કુલ 50થી વધુ બસનું બુકિંગ થયું છે અને હજુ બુકિંગ વધે તેવી સંભાવના છે. જોકે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીને કારણે આ બે દિવસનું બુકિંગ લેવામાં આવશે નહિ તેમ અધિકારીઓએ જણાવ્યું છે.નવેમ્બરથી લઇને જૂન મહિના સુધી લગ્નના મુહૂર્ત છે. સૌથી વધુ બુકિંગ ફેબ્રુઆરીમાં થયા છે. એકલા માત્ર રાજકોટ બસપોર્ટની જ વાત કરીએ તો તેમાં 22 બસનું બુકિંગ થયું છે.

સતત બે સિઝનમાં આયોજિત અને નક્કી થયેલા લગ્ન અનેક રદ થયા. તેમજ આ બે વર્ષમાં જાનૈયાઓમાં મર્યાદિત માણસો જ આવતા હોવાથી અને સૌ કોઈએ બસમાં જાન લઈને જવાને બદલે એટલા જ ખર્ચમાં ખાનગી વાહનમાં જવાનું વધારે પસંદ કર્યું હતું. આથી બસનું બુકિંગ ઓછું થયું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે. જાન માટે એસટી બસના બુકિંગની સંખ્યામાં વધારો થાય તેવું અધિકારીઓ જણાવી રહ્યાં છે. એસટી બસની સાથે- સાથે ખાનગી બસ, વાહનના બુકિંગની સંખ્યામાં વધારો થાય તેમ ટ્રાવેલ્સ સંચાલકો જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...