આચારસંહિતાથી કંટાળી મતદાનનો બહિષ્કાર:રાજકોટમાં સોની વેપારીઓનો 50% ધંધો ઠપ્પ, અચોકકસ મુદત માટે બજાર બંધ કરવાની ચીમકી ઉચ્ચારી

રાજકોટ7 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરતાની સાથે જ રાજયમાં આચારસંહિત લાગુ કરી દેવામાં આવી છે. આ આચારસંહિતના કારણે સોની વેપારીઓને સહન કરવાનો વખત આવ્યો છે અને વેપારી તથા કારીગરોને ઓથોરીટી દ્વારા તમામ પ્રકારના દાગીનાના ડોકયુમેન્ટ રજૂ કરવામા આવતા હોવા છતાં ભારે હેરાનગતિ કરવામા આવી રહી હોવાથી સોની આગેવાનો રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી મુખ્ય આગેવાનોએ આ હેરાનગતિ બંધ કરવા માટે રજુઆત કરી છે અન્યથા મતદાનો પણ બહિષ્કાર કરી રાજકોટ સોનીબજાર અચોકકસ મુદત માટે બંધ રાખવાનું નકકી કરવામા આવ્યું છે.

સોનીબજારની માઠી બેઠી ગઈ છે
રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના આગેવાન અરવિંદભાઈ સોનીએ જણાવ્યા મુજબ આચારસંહિતાના અમલ સાથે જ રાજકોટ સોનીબજારની માઠી બેઠી ગઈ છે કેમકે સક્ષમ આથોરીટીના સ્ટાફ દ્વારા રોકડ કે કિંમતી ચીજવસ્તુઓની હેરફેર રોકવા ચેકિંગની કાર્યવાહી કરવામા આવી રહી છે. આ ચેકિંગ દરમિયાન સોનીવેપારી કે કારીગરો પુરતા ડોકયુમેન્ટ રજૂ કરે તો પણ હેરાનગતિ કરવામા આવી રહી છે. આ પ્રકારની કનડગતના કારણે ધંધો કરવો અસહ્ય બની ગયો છે અને ધંધો 50 ટકા થઈ ગયો છે.

રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના આગેવાન અરવિંદભાઈ સોની
રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના આગેવાન અરવિંદભાઈ સોની

મતદાનો પણ બહિષ્કાર કરીશું
વધુમાં તેમને જણાવ્યું હતું કે, લગ્ન ગાળાની સીઝન છે અને આ દરમિયાન રાજકોટમાં એક માત્ર સોની બજારમાં ચેકીંગ થતું હોય એવું લાગે છે. અમારી માંગ છે કે વેપારીઓ અને કારીગરોને હેરાન કરવામાં ન આવે અન્યથા આગામી દિવસોમાં અચોક્કસ મુદતની હડતાલ પાડી સોની બજાર બંધ રાખવાની ફરજ પડશે અને મતદાનો પણ બહિષ્કાર કરીશું.

સોની બજારની ચમક ઝાંખી પડી ગઈ
ચૂંટણીની આચારસંહિતા લાગુ થતાં જ સોની બજારની ચમક ઝાંખી પડે છે. અહીં રોજ કરોડો રૂપિયાનો સ્થાનિક અને દેશભરમાં થાય છે. વેપારીઓ પોતાના જ અંગત માણસની સાથે માલ મગાવે છે કે મોકલે છે, તો કોઈ આંગડિયા પેઢી મારફત વ્યવહારો કરે છે. પરંતુ હાલ આચારસંહિતાને કારણે રોકડ-દાગીનાની હેરાફેરીને લઈને ખાસ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. તેથી હાલ 50 ટકા વેપાર-પાર્સલ આવતા બંધ થઈ ગયા છે. રોકડમાં અને આંગડિયા પેઢીમાં થતી હેરાફેરી થતી અટકી ગઈ છે.

એક દાગીનો કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવે છે
અત્યારે સૌ કોઈ જોખી-જોખીને જ જોખમ લે છે. એટલું જ નહિ વેપારીઓને ચેકિંગના નામે થતા તોડની પણ બીક લાગે છે. રાજકોટમાં રોજ રાજસ્થાન, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા સહિત દેશ-દુનિયાભરમાં વેપાર થાય છે. રોકડની હેરફેર માટે જે રકમની મર્યાદા નક્કી કરવામાં આવી છે તે વધારવામાં આવે. કારણ કે અત્યારે એક દાગીનો પણ લાખો- કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. દરેક વખતે ચૂંટણી પંચની મંજૂરી લેવી અને કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું મુશ્કેલ છે.

હવે શું થશે?
ગુજરાતભરમાં મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ત્યાં સુધી હાલ આવો જ માહોલ રહેશે. હાલ અત્યારે લગ્નની ખરીદી પુરબહારમાં ચાલુ હોય છે. દુકાનમાં પગ મુકવાની જગ્યા હોતી નથી. તેના બદલે અત્યારે ચિત્ર તદન વિપરીત છે. મતગણતરી બાદ આચારસંહિતા દૂર થશે. ત્યારબાદ સોની બજારમાં વેપાર રાબેતા મુજબ થશે. જોકે આચારસંહિતામાં વેપારને અસર થશે તેની જાણ સૌ કોઈને હોવાથી કેટલાકે તો આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ કરોડો રૂપિયાના વેપાર- વ્યવહારો કરી લીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...