તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનુસ્નાતકના વિદ્યાર્થી અને નવા અધ્યાપકો માટે એક નવા પ્રોજેક્ટનો પ્રસ્તાવ આજે મળનારી આઈક્યુએસીની મિટિંગમાં મુકાશે જેમાં સમાજ ઉપયોગી સંશોધન કરનાર વિદ્યાર્થીને યુનિવર્સિટી રૂ.5000 અને અધ્યાપકને રૂ.50 હજારની સહાય આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટેના સ્ટુડન્ટ રિસર્ચ સ્કીમ અને અધ્યાપકો માટેના સીડમની પ્રોજેક્ટ મુદ્દે આજે કુલપતિની અધ્યક્ષતામાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આઈક્યુએસીના ડિરેક્ટર ડૉ. ગિરીશ ભીમાણી જણાવે છે કે, ગુણવત્તાયુક્ત સંશોધનકાર્ય થાય અને તે સંશોધનનું જે-તે એક્સપર્ટ મૂલ્યાંકન કરે ત્યારબાદ તે વિદ્યાર્થી કે પ્રોફેસરને સહાયની રકમ મળવાપાત્ર થશે. એમ.એ, એમ.કોમ, કે એમ.ફિલના પ્રોજેક્ટ અભ્યાસક્રમમાં હોય તો તે પ્રોજેક્ટમાં વિદ્યાર્થી જે કામગીરી કરે તે સમાજને ઉપયોગી થશે કે કેમ? તેના આધારે કમિટી બનશે અને તેના નિર્ણયના આધારે વિદ્યાર્થીને આર્થિક સહાય કરશે જેથી વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યેની રુચિ કેળવાય.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.