તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવવામાં આવી છે. જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવશે. 750 બેડની એઇમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરુ થશે. ત્યારે એઇમ્સ હોસ્પિટલના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદિપ સિંહાએ જણાવ્યું છે કે, સમગ્ર એઇમ્સના સંચાલન માટે 5000થી વધુના સ્ટાફની જરૂર પડશે. આ માટે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. રાજકોટ એઇમ્સમાં તબીબી ક્ષેત્રે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ રોજગારીનું સર્જન થશે અને શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ અહીં સેવા આપશે.
સિક્યુરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવાશે
શ્રમદિપ સિંહાએ વધુમાં જણાવ્યું છે કે, ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ OPDથી લઈ ટ્રોમા સુધી ઇમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે. 200 એકર જગ્યામાં નિર્માણ થનાર એઇમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે કોલેજ પણ કાર્યરત થશે. બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ, ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટા પાયે થશે. આ ઉપરાંત સિક્યુરિટી, ભોજન, સફાઈ સહિત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.
તમામ પ્રકારની સારવાર રાજકોટ એઇમ્સમાં ઉપલબ્ધ થશે
શ્રમદિપ સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે, એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહીં જવું પડે. કારણ કે અહીં તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. કોઈ પણ ગંભીર રોગના દર્દીઓને સારામા સારી સારવાર અહીં જ ઉપલબ્ધ થતા તેમને અન્ય એઇમ્સ કે મલ્ટીપલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જવાની જરૂર નહીં પડે. આ સાથે એઇમ્સમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પણ લાભ દર્દીઓને આપવામાં આવશે. દવા તેમજ સ્ટેન્ટ સહિત સર્જરીની અનેક વસ્તુ કેન્દ્રના નિયત દરે દર્દીઓને ઉપલબ્ધ થતા નજીવા દરે દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવશે. રાજકોટ એઇમ્સમાં ટ્રોમા, જનરલ સર્જરી, હૃદય, ગાયનેક, ટીબી, કિડની, મગજ સહિતના ગંભીર રોગની સારવાર ઉપલબ્ધ થશે.
રાજ્યપાલ દેવવ્રત પણ મુલાકાત લેશે
એઈમ્સનું ખાતમુહૂર્ત 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી કરશે અને તેમની સાથે આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન પણ જોડાવાના છે. કાર્યક્રમને હવે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રાજકોટની મુલાકાત લેવાના હોવાનું ગાંધીનગરથી જણાવવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર ખાતમુહૂર્તના કાર્યક્રમ કામે રાજ્યપાલ પણ રાજકોટ આવવાના છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આવશે. હાલ સમય ઓછો રહ્યો હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કનેક્ટિવિટી માટે રાજકોટથી દિલ્હી સુધી ટેસ્ટિંગ પણ થઈ ગયા છે. એઈમ્સ રાજકોટના અધિકારીઓ ખાતમુહૂર્તના સ્થળે કેટલાક મહાનુભાવોને આમંત્રિત કરવાના છે જેમાં ગુજરાતના તમામ સાંસદ, આઈએમએના હોદ્દેદારો, સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોના મહાજન મંડળો, પીડીયુ મેડિકલ કોલેજના તબીબોને આમંત્રણ અપાયા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.