કોરોના રાજકોટ LIVE:CMના રોડ શોના આઠમાં દિવસે 10 ગણા કેસ વધ્યા, આજે કેસ 200ને પાર, મારવાડી યુનિ.માં થર્ટી ફર્સ્ટની પાર્ટી ભારે પડી, 5 વિદ્યાર્થીઓ સંક્રમિત

રાજકોટ19 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર
  • શહેરમાં આજે 203 કેસ અને ગ્રામ્યમાં 69 કેસ નોંધાયા
  • 4 દિવસમાં 30 ડોક્ટરો અને નર્સિંગના 25 કર્મી સંક્રમિત થયા
  • નિયંત્રણ હેઠળ જનજીવન ધબકતું રહેશે: કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી
  • CMના કાર્યક્રમમાં હાજર ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ કોરોના પોઝિટિવ

રાજકોટમાં આજે નવા કોરોના કેસની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. આજે 203 કેસ નોંધાયા છે. 31 ડિસેમ્બરે મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો હતો તે દિવસે માત્ર 21 કેસ નોંધાયા હતા. જે આઠમાં દિવસે આ સંખ્યા 10 ગણી થઇ ગઇ છે અને આજે 203 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 43797 પર પહોંચી છે. એક્ટિવ કેસ 730 થયા છે અને આજે 17 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે ગ્રામ્યમાં 69 કેસ નોંધાયા છે. ગામડામાં એક અઠવાડિયા પહેલા સિંગલ ડિઝીટમાં કેસ આવતા હવે ડબલ ડિઝીટ સાથે કેસ નોંધાય રહ્યા છે. શહેરની જેમ ગામડામાં પણ કોરોનાએ જેટ ગતિ પકડી છે. રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં ટોચના 30 ડોક્ટરો અને નર્સિંગના 25 કર્મચારી સંક્રમિત થયા છે.

મારવાડી યુનિવર્સિટી કોરોનાનું હોટસ્પેટ બન્યું
મારવાડી યુનિવર્સિટી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. અત્યાર સુધીમાં 50થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ કોરોનાથી સંક્રમિત થઇ છે. ગઇકાલે 5 વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી હોસ્ટેલના ત્રણ માળ ક્વોરન્ટીન એરિયામાં કન્વર્ટ કર્યા છે. વિદેશી વિદ્યાર્થિનીઓ કોરોનાથી સંક્રમિત થઈ છે. અગાઉ પણ વિદેશી વિદ્યાર્થીઓ થકી કોરોના ફેલાઇ ચૂક્યો છે. 31 ડિસેમ્બરના રોજ થર્ટી ફર્સ્ટની ડીજે પાર્ટી યોજાઇ હતી. જોકે કાલે 5 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ કોરોનાગ્રસ્ત થતા અન્ય વિદ્યાર્થીઓને પાર્ટી મોંઘી પડી શકે છે.

નર્સિંગના 25 કર્મચારીઓ સંક્રમિત થયા
રાજકોટમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. જ્યાં શહેરમાં 30 ડોક્ટરો અને 25 નર્સિંગ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં સંક્રમિત થવા પાછળ સામાજિક પ્રસંગો,ટ્રાવેલિંગ હિસ્ટ્રી અને પોઝિટિવ દર્દીઓના સંપર્ક હોવાનું સામે આવ્યું.છે. આ ઉપરાંત રાજકોટ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. ગ્રામ્યમાં આજે કુલ કેસની સંખ્યા 15235 પર પહોંચી છે. આથી એક્ટિવ કેસ 229 થયા છે. જેમાં 223 દર્દી હોમ આઇસોલેશન અને હોસ્પિટલમાં 6 દર્દી સારવાર હેઠળ છે.

રાજકોટ જિલ્લામાં તાલુકાવાઈઝ નોંધાયેલા કેસ સંખ્યા

તાલુકોકેસની સંખ્યા
ધોરાજી40
ગોંડલ11
ઉપલેટા6
રાજકોટ5
જેતપુર3
જામકંડોરણા1
જસદણ1
વીંછિયા1
લોધિકા1
કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી
કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણી

તબીબોની વિશેષ કાળજી લેવામાં આવશે
આ મુદ્દે કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, જરૂર પડશે તો અન્ય શહેર તેમજ જિલ્લામાંથી તબીબી સ્ટાફ લઈ આવવામાં આવશે.હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. અને મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત ન થાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવશે. ત્રીજી લહેરને લઈને CM અને મંત્રીઓ લોકોની ચિંતા કરી રહ્યા છે. ધંધા રોજગાર બંધ કરવાની હાલ કોઈ વાત નથી

નિયંત્રણ હેઠળ જનજીવન ધબકતું રહેશે
ત્રીજી લહેરને લઈને નિયંત્રણ હેઠળ જનજીવન ધબકતું રહેશે. કોરોના અંગે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. સ્કૂલોમાં પણ જરૂરી નિયમ પાલન થઈ રહ્યું છે.
ત્રીજી લહેર ઝડપથી પસાર થશે લોકો સ્વસ્થ રહે એજ કામના છે.

રાજકોટ ભાજપ જાણે પાર્ટીથી એક કદમ આગળ હોય તેમ ખુદ CMનું માનવા તૈયાર નથી
રાજકોટ ભાજપ જાણે પાર્ટીથી એક કદમ આગળ હોય તેમ ખુદ CMનું માનવા તૈયાર નથી

રાજકોટ ભાજપ જાણે CMનું માનવા તૈયાર નથી
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં CM ભુપેન્દ્ર પટેલે પોતાના બધા કાર્યક્રમ રદ કર્યા છે. ત્યારે ખુદ રાજકોટ ભાજપ જાણે પાર્ટીથી એક કદમ આગળ હોય તેમ ખુદ CMનું માનવા તૈયાર નથી. ગઈકાલે મશાલ રેલી યોજી યોજ્યા બાદ આજે ફરી જ્યુબિલી ગાર્ડન પાસે ગાંધીજીની પ્રતિમા પાસે PM મોદી પર થયેલા હુમલાને પગલે મૌન ધરણા યોજ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરોને એકઠા કર્યા હતા.

નીતિન ભારદ્વાજની ફાઈલ તસવીર
નીતિન ભારદ્વાજની ફાઈલ તસવીર

નીતિન ભારદ્વાજ કોરોના પોઝિટિવ
રાજકોટ શહેરમાં આજે બપોર સુધીમાં શૂન્ય કેસ નોંધાય છે. પરંતુ જિલ્લામાં કોરોનાનો તરખાટ યથાવત છે. 8 દિવસ પહેલા CMના કાર્યક્રમમાં હાજર ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ કોરોના પોઝિટિવ નોંધતા હોમ આઇસોલેટ થયા છે. આ સાથે ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કુલમાં 5 શિક્ષકો સંક્રમિત થતા ફફડાટ ફેલાયો છે.

કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ
કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ

ડો.રાહુલ ગુપ્તા હાજર રહ્યા
હાલ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક શરુ થઈ છે. જ્યાં તેઓ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વધતા કેસ અંગે ચર્ચા કરી રહ્યા છે.આ બેઠકમાં રાજકોટના પ્રભારી સચિવ ડો.રાહુલ ગુપ્તા હાજર રહ્યા હતા. શહેરમાં સંક્ર્મણ વળતા આજથી આરોગ્ય વિભાગના 150 રથ ફરશે.અને પ્રથમ લહેરની જેમ ફરી સોસાયટી ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવા જશે.

આજથી આરોગ્ય વિભાગના 150 રથ ફરશે
આજથી આરોગ્ય વિભાગના 150 રથ ફરશે

આજે બપોર સુધીમાં 15-18 વર્ષના ગ્રુપના 9618ને વેક્સિન અપાઇ
રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 15-18 વર્ષના કુલ 4082 તરૂણોને રસી આપવામાં આવી છે. 3 જાન્યુઆરીથી આજ સુધીના કુલ 63143 તરૂણોને રસી અપાઈ છે.

પોઝિટિવ કેસનો આંક 183 કેસ
ગઈકાલે શહેરમાં પોઝિટિવ કેસનો આંક 150ને કૂદાવી 183 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા હતા. રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ અને સામાજિક અગ્રણી પરેશ ગજેરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા હાલ હોમ આઇસોલેશન હેઠળ સારવાર શરૂ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભાજપના તાયફાને કારણે રાજકોટની સ્થિતિ બગડી રહી છે
રાજકોટ શહેરમાં 31 ડિસેમ્બરે સુશાસન સપ્તાહનો સમાપન સમારોહ હતો અને તેમાં મુખ્યમંત્રીના રોડ શોનું આયોજન કરાયું હતું. માત્ર 3 કિ.મી.ના અંતરમાં ભાજપના નેતાઓએ 108 સ્ટેજ ગોઠવીને તાયફો કર્યો હતો. દરેક વોર્ડના આગેવાનો ટોળાં લઈને સ્વાગત માટે આવ્યા હતા. 500 બાઈક અને અનેક કાર કાફલામાં સામેલ થયા હતા. આવા જ તાયફાને કારણે રાજકોટની સ્થિતિ હવે બગડી છે. નિષ્ણાતો જણાવે છે કે, કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો છઠ્ઠાથી 20મા દિવસે જણાય છે. જેને વાયરસનો ઈન્ક્યુબેશન પિરિયડ કહે છે. 31મીના રોડ શો બાદ તેના છઠ્ઠા જ દિવસે 141 કેસ આવ્યા છે અને હજુ 10 દિવસ સુધી જોખમ છે. જે 141 કેસ આવ્યા છે તેમાં સૌથી મોટી કરુણતા એ છે કે 2 વર્ષથી 17 વર્ષ સુધીના 16 બાળકો અને તરૂણો પણ સંક્રમિત થયા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઘોડા છૂટી ગયા પછી તાળાં, હવે રોજ સાંજે કોવિડની બેઠક
રાજકોટ શહેરમાં સ્થિતિ વણસી ગઈ છે ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે, દરરોજ સાંજે 7 વાગ્યે તમામ વિભાગો સાથે કોવિડને લઈને બેઠક બોલાવાશે અને જે રીતે બીજી લહેરમાં ચર્ચા થતી હતી તેવી જ ચર્ચાઓ કરાશે.

અન્ય સમાચારો પણ છે...