તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:5 વિદ્યાર્થીને પાંડુરંગ શાસ્ત્રીજીના નામનો સુવર્ણ ચંદ્રક એનાયત થશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાદાની 100મી જન્મજયંતી પર યુનિ.ને 25 લાખનું દાન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે જુદી જુદી ફેકલ્ટીમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીને પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં છે. આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમ વખત પાંડુરંગ શાસ્ત્રીજીના નામના એકસાથે પાંચ ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને અપાશે અને આ માટે યુનિવર્સિટીને રૂ. 25 લાખનું અનુદાન મળ્યું છે. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદા)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં જુદા જુદા કાર્યક્રમો થયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ અગાઉ પાંડુરંગ શાસ્ત્રીજીના નામથી ચેર શરૂ કરી, સાથે સાથે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને પ્રાંગણમાં જ એક “વાચનાલય”ની સુવિધા મળી રહે તે માટે રૂ. 12 લાખના ખર્ચે અત્યાધુનિક વાતાનુકુલિત લાઇબ્રેરી પણ નિર્માણ કરી છે. જ્ઞાન વિસ્તારક ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. નિદતભાઈ બારોટના પ્રયાસોથી યુનિવર્સિટીને અનુદાન પ્રાપ્ત થયું છે. 19મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ચ્યુઅલ પદવીદાન સમારોહનું આયોજન કરશે જેમાં 26 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. બાકીના તમામ ડિગ્રીધારક વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી પોસ્ટના મારફતથી ઘેર પહોંચાડી દેવાશે.

વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 50થી ઓછા જોડાશે
19મીએ યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ, સિન્ડિકેટ અને ફેકલ્ટી ડીન ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ, શિક્ષણ મંત્રી સહિતના ઓનલાઈન વક્તવ્ય આપશે. કોરોના મહામારીમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરીને 50થી ઓછા લોકો જોડાય તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. - ડૉ. વિજય દેશાણી, ઉપકુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો