તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોંડલ નગરપાલિકાની 44 બેઠક માટે 130 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 111 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. વોર્ડ નંબર 2ની 3 બેઠક અને વોર્ડ 7ની 2 મહિલા બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપે ચૂંટણી પહેલા જ પોતાના ખાતે 5 બેઠક કબ્જે કરી લેતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
ચૂંટણી પહેલા જ ભાજપના ખાતામાં 5 બેઠક
વોર્ડ નંબર 2માં ઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા, ગાયત્રીબા ભદ્રસિંહ ઝાલા, નરેશભાઈ છોટુભાઈ ચાવડા, વીણાબેન ધર્મેન્દ્રભાઈ પંડ્યા, અજય જયરામભાઈ ગોવાણી, વિજયાબેન બાવનજીભાઇ વાવડીયાએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ભાજપના અનિતાબેન પ્રફુલભાઈ રાજ્યગુરુ, શીતલબેન સમીરભાઈ કોટડીયા અને હર્ષદભાઈ વાઘેલા બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે વોર્ડ નંબર 7ના નિશાબેન રાજુભાઈ લખતરિયા અને સરસ્વતીબેન આશુતોષ ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચતાં ભાજપના પરિતાબેન વૈભવભાઇ ગણાત્રા અને વિભાબેન તુષારભાઇ પંડ્યા બિનહરીફ જાહેર થતા ચૂંટણી પહેલા જ ભાજપના ખાતામાં પાંચ બેઠક આવી ગઇ છે.
આ વોર્ડના ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેચ્યા
વોર્ડ નંબર 1માં સુરેશસિંહ અનુપસિંહ ગોહિલ, વોર્ડ નંબર 3માં દીપકભાઈ મંગુભાઈ શિયાળ, આમદભાઈ અહેમદભાઈ ચૌહાણ, વોર્ડ નંબર 4માં હેમીબેન કેશુભાઈ પીપળીયા, ભગુભાઈ બચુભાઈ સોલંકી, વોર્ડ નંબર 11માં રમેશભાઇ દેવજીભાઇ રૈયાણીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા.
તાલુકા પંચાયતની એક સીટ બિનહરીફ થતા ભાજપના ભાગે આવી
ગોંડલ તાલુકા પંચાયતની 22 સીટ માટે ભરાયેલા 58 ઉમેદવારી ફોર્મમાંથી સુલતાનપુર સીટ ઉપરથી કોંગ્રેસના ચંપાબેન ધીરજભાઈ ખાતરાએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપના મંજુલાબેન દમજીભાઈ ગોંડલીયા બિનહરીફ થતા તાલુકા પંચાયતની એક બેઠક ભાજપના ભાગે ગઇ છે મોટા દડવાના અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા 21 બેઠક માટે 55 ઉમેવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા તે ભાજપે કરેલ વિકાસ કાર્યો ની દેન - સૌરાષ્ટ્ર પ્રદેશ ભાજપ પ્રવક્તા
હાલ જયારે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય રહ્યા છે ત્યારે આ અંગે સૌરાષ્ટ્ર પ્રદેશ ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે, થાન - ગોંડલ - ઉના સહિત અનેક જગ્યાએ ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. તે અમારા માટે આનંદ ની વાત છે, મતદાન પ્રક્રિયા યોજાઈ તે પૂર્વે જ ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા તે ભાજપે કરેલ વિકાસ કાર્યો ની દેન છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.