તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:5 દરોડા, 33 જુગારી 80 હજારની રોકડ સાથે પકડ્યા, પેરોલ જમ્પ કરી નાસતા ફરતા 3 કેદી પકડાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરમાં ઓગસ્ટ મહિનો શરૂ થતાની સાથે જ ઠેર ઠેર જુગારના હાટડા શરૂ થઇ ગયા છે. પોલીસે વધુ પાંચ સ્થળે દરોડા પાડી નવ મહિલા સહિત 33 જુગારીઓને રૂ.80,570ની રોકડ સાથે પકડી પાડ્યા છે. જીવરાજપાર્કમાં આવેલા સત્યજીત સોપાન નામના એપાર્ટમેન્ટમાં રહેતા રણછોડભાઇ વિઠ્ઠલભાઇ નાદપરાના ફ્લેટમાં પોલીસે દરોડો પાડી રણછોડભાઇ સહિત સાત શખ્સોને રોકડા રૂ.37,390 સાથે પકડી પાડ્યા હતા.

રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં ભારતી પંકજ રીબડિયાના ફ્લેટમાં દરોડો પાડી પાંચ મહિલા સહિત આઠ શખ્સને રૂ.11,300ની રોકડ સાથે, શ્રદ્ધાપાર્ક-1માં વિપુલ મનુભાઇ સોઢિયાના મકાનમાંથી ચાર મહિલા સહિત સાત શખ્સને રૂ.10,880ની રોકડ સાથે, રૈયાધાર પાણીના ટાંકા પાસેથી જાહેરમાં જુગાર રમતા જયંતી જગજીવન જાદવ સહિત સાત જુગારીને રૂ.10,750ની રોકડ સાથે, જ્યારે રાજનગર આવાસમાં જાહેરમાં જુગાર રમતા ગોવિંદ અમરશી સોલંકી સહિત 3ને રોકડા રૂ.10,250 સાથે પકડી પાડ્યા હતા.

જેમાં પકડાયેલા સચિન હસમુખ પરમાર સામે દારૂ, મારામારી સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે.જ્યારે પેરોલ જમ્પ કરી નાસતા ફરતા વધુ ત્રણ કેદીને જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ વી.એમ.કોલાદરા સહિતના સ્ટાફે બાતમીના આધારે ઝડપી પાડી જેલહવાલે કરી દેવાયા છે. જેમાં હત્યા કેસના ભાવનગર જિલ્લાના નેસવડ ગામના કલ્પેશ પ્રેમજી ડાભી, રાજકોટના રાજેશ નંદલાલ સિદ્ધપુરા અને મુકેશ ચના પરમારનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...