દાખલ દર્દીની સંખ્યામાં ઘટાડો:માલવિયાનગર પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મચારી કોરોના પોઝિટિવ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઘટી રહ્યા હોય તેવું તંત્રના આંકડા પરથી લાગી રહ્યું છે તેવામાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં 5 પોલીસ જવાન પોઝિટિવ આવ્યાનું જાણવા મળ્યું છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રોહિતભાઈ તેમજ જમાદાર દિગપાલસિંહ શનિવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા તે પહેલા અન્ય 3 કર્મચારી પોઝીટિવ આવ્યા છે તેથી સંખ્યા 5 થઈ છે. આ તમામ અલગ અલગ રીતે સંક્રમિત થયાનું પ્રાથમિક રીતે જણાવાયું છે. રાજકોટમાં શનિવારે શહેરમાં 98 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28 સહિત કુલ 126 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક 17895 થયો છે. ધીરે ધીરે જાણ આંક ઘટતા હોય તેવું તંત્રે જાહેર કરેલા કેસ પરથી જોવા મળી રહ્યું છે. માત્ર એટલુ જ નહીં પણ હવે દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. ખાલી બેડની સંખ્યા 1830થી વધીને 1875 થઈ છે તેમજ એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1106 થઈ છે.શનિવાર વહેલી સવારની સ્થિતિએ 4 દર્દીઓનાં મોત નીપજ્યા છે. આ પહેલા 8 દર્દીઓનાં મોત નીપજ્યા હતા જેમાંથી 1 મોત કોરોનાથી થયાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે જો કે તે ક્યા વિસ્તારના છે તે જાહેર કરાયું નથી.

અન્ય સમાચારો પણ છે...