છેતરપિંડી:ત્રંબાના સોની વેપારી સાથે 5 લોકોએ રૂ.85 લાખની છેતરપિંડી કરી, ઘરેણાં બનાવ્યા બાદ વેપારીએ રૂપિયા માંગતા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આજીડેમ પોલીસની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
આજીડેમ પોલીસની ફાઈલ તસ્વીર
  • આજીડેમ પોલીસમાં ફરિયાદ દાખલ

રાજકોટમાં ફરી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે જ્યાં ત્રંબાના સોની વેપારી સાથે 5 લોકોએ રૂ.85 લાખની છેતરપિંડી કરી છે. આ શખ્સોએ સોની વેપારીને ઘરેણાં બનાવા આપ્યા બાદ વેપારીએ રૂપિયા માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વેપારીને ફરિયાદને આધારે આજીડેમ પોલીસમાં ફરિયાદ દાખલ તપાસ હાથ ધરી છે.

સોનાના દાગીના ખરીદવા આવ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રંબા ખાતે રહી સોના-ચાંદીના ઘરેણાનો વેપાર કરતા સોની વેપારી દુષ્યંતભાઈ અરવિંદભાઈ કાગદડા એ આજી ડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આઠેક માસ પહેલા રાજકોટની ખોડીયાર ડેકરી પાસે આશાપુરા સોસાયટી શેરી નં. 16માં રહેતા શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, દિલીપસિંહ પ્રતાપસિંહ રાયજાદા, ઈલાબા દિલીપસિંહ રાયજાદા, ધનરાજસિંહ કૃષ્ણસિંહ રાયજાદા, હીરેન્દ્રસિંહ કૃષ્ણસિંહ રાયજાદા આ પરિવારના સભ્યો સોનાના દાગીના ખરીદવા માટે તેમની પાસે આવ્યા હતા

રૂપીયા આપવાની બાહેંધરી આપી હતી
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓએ 22 કેરેટ સોનાના 1805 ગ્રામ જેમાં ચેઈન, બુટ્ટી, બ્રેસલેટ, બંગડી તથા સાંકળા જેની કિંમત રૂા.91,91,060 અને 19 કેરેટ સોનાના 80,900 ગ્રામ બુટ્ટી જેની કિંમત રૂા.3,56,769 એમ કુલ રૂા.95,47,829 ના દાગીના ખરીદ કર્યા હતા અને રૂા.10 લાખ આપી બાકીના રૂપીયા પછી આપવાની બાહેંધરી આપી હતી

પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી
બે-ત્રણ વર્ષથી આ પરિવાર સોની વેપારીનો ગ્રાહક હોવાથી તેમણે વિશ્વાસમાં રાખી રૂપિયા બાકી રાખ્યા હતા અને ઘરેણાં આપી દીધા હતા. તા.13/11/2020ના રોજ ઘરેણા આપ્યા બાદ અવારનવાર રૂપિયાની માંગણી કરવા છતા હજુ સુધી રૂપીયા ન આપી કે સોનુ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. સોની વેપારીના આક્ષેપ મુજબ તેઓએ છેલ્લે પોતાના બાકી નીકળતા રૂપિયા 85,47,829ની માંગણી કરતા આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. હાલ આજીડેમ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.