નંબરની પસંદગી:5 લાખની કાર ખરીદી 1111 નંબર માટે રૂપિયા 45 લાખનું બિડિંગ ભર્યું!

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમાલિક પાંચ દિવસમાં રૂપિયા નહીં ભરે તો RTO કરશે સખ્ત કાર્યવાહી

જન્માષ્ટમી અને ગણેશચતુર્થીએ અંદાજિત ચાર હજારથી વધુ વાહનોની ખરીદી થઈ છે. આ સાથે જ આર.ટી.ઓ. માટે આ બન્ને તહેવાર શુભદાયી નિવડ્યા છે. શનિવારે ફોર વ્હિલરમાં 03 એમએલની સિરિઝ ખુલ્લી હતી. જેમાં 11 વાહનચાલકે પોત- પોતાના પસંદગીના નંબર મેળવવા માટે બિડિંગ ભર્યા હતા. જેમાં સૌથી મોંઘી રકમનું બિડિંગ રૂ. 45 લાખ 45 હજારનું હતું. આ નંબરની પસંદગી કરનારે રૂ.5 લાખની કાર ખરીદ કરી છે. જોકે અત્યાર સુધીનું સૌથી મોંઘી રકમનું બિડિંગ છે. જો કારચાલક પૈસા નહિ ભરે તો તેને ડિપોઝિટ પેટે ભરેલા રૂ.40 હજાર તો જપ્ત થશે. તેની સાથે સાથે કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ આર.ટી.ઓ. પ્રતિક લાઠિયાએ જણાવ્યું હતું.

શુક્રવારે ટુ વ્હિલર માટે નવી એમએન સિરીઝ જાહેર થઇ હતી. જેમાં પસંદગીના નંબર મેળવવા માટે કુલ 1886 અરજી આવી હતી. જે પૈકી 338 અરજી રદ થઇ હતી. એમએન સિરીઝમાં 9 નંબર માટે રૂ. 1.22 લાખની બોલી બોલાવવામાં આવી હતી. શનિવારે ફોર વ્હિલર માટે 1218 અરજદારે પસંદગીના નંબર માટે અરજી કરી હતી. જેમાં 1052 અરજીનો સ્વીકાર થયો હતો અને 166 અરજી રદ કરાઈ હતી.

વધુમાં આર.ટી.ઓ. પ્રતિક લાઠિયાના જણાવ્યાનુસાર અત્યાર સુધી સૌથી મોંઘી રકમ રૂ.19 લાખનું બિડિંગ બોલાવાયું છે. 45 લાખ રૂપિયાનું બિડિંગ આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. નંબર મેળવવા માટે બિડિંગ ભરનાર અરજદારને 5 દિવસનો સમય આપવામાં આવે છે. જેમાં તેને પૈસા ભરી દેવાના હોય છે. જો તે નક્કી કરેલી મુદતમાં પૈસા નહિ ભરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ક્યો નંબર મેળવવા માટે કેટલાનું બિડિંગ ભરાયું

વાહન નંબરબિડિંગની રકમ
111145. 45 લાખ
77.11 લાખ
83.34 લાખ
99992. 84 લાખ
1112.51 લાખ
112.18 લાખ
51.90 લાખ
88881.68 લાખ
41.42 લાખ
99091.15 લાખ
(નોંધ દરેક સિરીઝ MLમાં શરૂ થાય છે)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...