તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ જિલ્લાના વંથલીના સુખપુરના પરિવારની સોનું, રોકડ સહિત 5 લાખની વસ્તુ સાથેની બેગ બાઈક પરથી પડી જતાં પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન આ બેગ 60 વર્ષના વૃદ્ધને મળતાં તેણે આ બેગ પોલીસને સોંપી હતી, જેથી પોલીસે વંથલીના પરિવારને જાણ કરી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ધનતેરસના દિવસે ખોવાયેલું ધન મૂળ માલિકને પરત કર્યું હતું. મહત્ત્વનું છે કે સુખપુરની મહિલાનો 5 લાખ ભરેલો સામાન પડી જતાં જૂનાગઢ પોલીસે મહિલાની શોધખોળ કરી પરત કર્યો છે. સુખપુરમાં રહેતાં રેખાબેન મેસૂરભાઈ ભાદરકા તેમના પરિવાર સાથે ગઈકાલે મોટરસાઇકલ પર નીકળ્યા હતા. એ દરમિયાન સુદામા પાર્કથી એગ્રિકલ્ચરના ગેટ સુધીમાં મોટરસાઇકલ પર રાખેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી.
મને ટીંબાવાડી અને વંથલી ગેઈટ વચ્ચે એક બેગ મળી હતીઃ ફર્સ્ટપર્સન
બેગ પરત કરનાર વિઠ્ઠલભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઝાંઝરડા ચોકડી કાળવામાંથી હું મારા ફાર્મ હાઉસ તરફ આવી રહ્યો હતો ત્યારે ટીંબાવાડી અને વંથલી ગેઈટની વચ્ચે એક બેગ પડી હતી. આ બેગ મેં લઈ તપાસ કરતા તેમાં રોકડ રૂપિયા અને સોનુ હતું. આથી મેં સી ડિવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. બાદમાં હું સી ડિવીઝન પોલીસ સ્ટેશન ગયો હતો અને બેગના માલિકને બોલાવી પાંચ લાખની વસ્તુ ભરેલી બેગ મેં પરત કરી હતી.
પોલીસે CCTV કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી
સુખપુરમાં રહેતાં રેખાબેનની બેગમાં સોના-ચાંદીના દાગીના, કપડાં, મોબાઈલ અને રોકડ રકમ 2,80,000 સહિત કુલ 5 લાખની કિંમતનો સામાન હતો. આ બેગ ખોવાઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો, જેથી પરિવારે સી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. સી-ડિવિઝન પોલીસે કંટ્રોલ રૂમને જાણ કરી CCTV કેમેરાના આધારે તપાસ કરી હતી. આ દરમિયાન CCTV કેમેરામાં જોવા મળ્યું હતું કે મોટરસાઇકલમાંથી બેગ પડતાં એક માણસ તે બેગને લઈ રહ્યો હતો. આ બેગ ઝાંઝરડા રોડ પર રહેતા 60 વર્ષના સિનિયર સિટિઝન વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ મોણપરા પટેલને મળી હતી.
બેર પરત મળી જતાં મહિલાએ પોલીસનો આભાર માન્યો
વિઠ્ઠલભાઈ મોણપરા આ બેગ લઈને સી-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જેથી પોલીસે રેખાબેન મેસૂરભાઈ ભાદરકા આહીરને બોલાવીને તેનો કીમતી બેગ પરત કરી હતી. રેખાબેનને તેની બેગ પરત મળી જતાં વિઠ્ઠલભાઈ મોણપરા અને પોલીસનો આભાર માન્યો હતો.
(અતુલ મહેતા, જૂનાગઢ)
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.