એક જ પરિવારના 6 લોકોનાં મોત:ગોંડલ નજીક ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ST બસ સાથે ટકરાઈ, પતિ-પત્ની અને પુત્ર સહિત 6ના મોત, CMએ રૂ. 4 લાખની સહાય જાહેર

ગોંડલ5 દિવસ પહેલા
કારનો કચ્ચરઘાણ નીકળી જતાં સ્થાનિક લોકોએ કારની અંદરથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.
  • સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા
  • નેશનલ હાઇવે રક્તરંજિત બનતાં અરેરાટીભર્યાં દૃશ્યો જોવા મળ્યાં

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં એ ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં સુરતના ગઢીયા પરિવારના પતિ-પત્ની અને પુત્ર સહિત 6 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે.જ્યાં 5 લોકોનું ઘટનાસ્થળે અને 1 બાળકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે. દરમિયાન રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અકસ્માતમાં માર્યા ગયેલા 6 લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રત્યેક મૃતકના વારસદારોને રૂ. 4ની સહાય જાહેર કરી છે.

રાજકોટમાં મુખ્યમંત્રીએ સહાય જાહેર કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળા પાસે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમનાં શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોના આત્માની શાંતિની તેમણે પ્રાર્થના કરી છે. સાથે જ અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા 4 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા આપશે તેવી જાહેરાત કરી છે.

મૃતદેહોને ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કપોદરા સોસાયટીમાં રહેતા મૂળ બગસરા પાસેના મૂંજીયાસર ગામના અશ્વિનભાઈ ગોવિંદભાઇ ગઢિયા ઉ.વ. 38, પત્ની સોનલબેન ઉ.વ. 38, પુત્ર ધર્મિલ ઉ.વ. 12, માતા શારદાબેન ઉ.વ. 56, બનેવી પ્રફુલભાઈ બામ્ભરોલિયા, બહેન ભાનુબેન અને ભાણેજ જેની ઉ.વ. 8 સહિતનાઓ એસેન્ટ કાર GJ05 CQ 4239 મારફત સૌરાષ્ટ્રમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતા ત્યારે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે બિલિયાળા ગામના પાટિયા પાસે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર ટપી રોંગ સાઈડમાં જઇ એસટી બસ GJ18Z 4178 સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં અશ્વિનભાઈ, સોનલબેન, શારદાબેન, પ્રફુલભાઈ તેમજ ભાનુબેન​​​​નું મોત નિપજતા મૃતદેહોને ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ધમિલનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે.

કારના ફૂરચેફૂરચા નીકળી ગયા.
કારના ફૂરચેફૂરચા નીકળી ગયા.

મૃતકના નામની યાદી
1. અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા
2. સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા
3. ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢીયા
4. શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા
5. ભાનુબેન ગઢીયા
6. ધર્મિલ​​​​ ગઢીયા

કાર રાજકોટથી ગોંડલ તરફ જતી હતી
કાર રાજકોટથી ગોંડલ તરફ આવી રહી હતી. ત્યારે બિલિયાળા અને ભોજપરા વચ્ચે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું અને ફંગોળાઈને ડિવાઈડર કૂદી ગઈ હતી અને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનાને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. કારની ઉપરનો આખો ભાગ જ ઊખડી ગયો હતો. કારનો કચ્ચરઘાણ નીકળી જતા અંદર રહેલા મૃતક પાંચ વ્યક્તિ દબાય ગયા હતા અને લોહીલૂહાણ થઈ ગયા હતા.

પાંચ સભ્યોના નિધનથી પરિવાર શોક મગ્ન બન્યો
કરુણ ઘટના અંગે અશ્વિનભાઈના નાના ભાઈ મુકેશભાઈ ગઢિયા એ જણાવ્યું હતું કે બે ભાઈ અને બે બહેનો ના પરિવાર માં અશ્વિનભાઈ મોટા હતા બંને ભાઈઓ તેમજ ભાનુબેન નો પરિવાર સુરત સ્થાયી થયો હતો. સૌરાષ્ટ્રમાં માલસિકા, મોટા મૂંજીયાસર અને ભેસાણ સંબંધી ઓ ને ત્યાં લગ્ન પ્રસંગ હોય સુરત થી સવારે નીકળ્યા હતા સાંજે ખોડલધામ દર્શન કરી મૂંજીયાસર આવવા ના હતા. બન્ને ભાઈ ઓ નો પરિવાર સાથે રહેતો હોય મુકેશભાઈ નવી હળીયાદ સંબંધી ને ત્યાં ખરખરા ના કામે બે દિવસ પહેલા જ આવી ગયા હતા. અકાળે પરિવારના પાંચ સભ્યોના નિધનથી પરિવાર શોક મગ્ન બન્યો હતો.

પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત.
પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત.

સ્થાનિક લોકોએ કારમાંથી મૃતદેહો બહાર કાઢ્યા
અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના બનાવને લઈને 108 અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે તેમજ 108 મારફત ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયા છે.

11 વર્ષ અને 7 વર્ષના બે બાળકોનો બચાવ.
11 વર્ષ અને 7 વર્ષના બે બાળકોનો બચાવ.

સુરતનો ગઢીયા પરિવાર લગ્નપ્રસંગમાં જતો હતો
સુરતનો ગઢીયા પરિવાર બગસરાના મુંજીયાસર ગામે લગ્નપ્રસંગમાં જતો હતો. ત્યારે બિલાયાળા અને ભોજપરા વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા હતા. જ્યારે એક 7 વર્ષની દીકરી અને 11 વર્ષના એક દીકરાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલ ખસેડાયા.
ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલ ખસેડાયા.

એસટી બસને પણ નુકસાન પહોંચ્યું
બીજી તરફ GJ-18-Z-4178 નંબરની એસટી બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. બસનો આગળનો કાચ તૂટી ગયો છે તેમજ આગળનો ભાગનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારના નંબર GJ-05-CQ-4239 છે. ચાલુ કારે ટાયર ફાટતા જ ધડાકાભેર એસટી બસ સાથે અથડાઈ હતી.

ગઢિયા પરિવારની એક બાળકીનો બચાવ થયો, હાલ સારવાર હેઠળ.
ગઢિયા પરિવારની એક બાળકીનો બચાવ થયો, હાલ સારવાર હેઠળ.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.
પરિવાર લગ્નપ્રસંગમાં જતો હતો.
પરિવાર લગ્નપ્રસંગમાં જતો હતો.

લોકો મદદ કરવાની જગ્યાએ શુટીંગ કરતા નજરે પડયા
બીલીયાળા પાસે અકસ્માતની બનેલી ગમખ્વાર ઘટનાના પગલે ભોજપરા અને બીલીયાળા વચ્ચે ટ્રાફિક જામ થતા નેશનલ હાઇવે પર બન્ને બાજુ વાહનોની અઢી થી ત્રણ કી.મી.કતારો લાગી હતી.વાહનો મા પસાર થતા કેટલાક લોકો માનવતા નેવે મુકી વાહન નો રોડ પર રાખી અકસ્માતની ઘટનાના ફોટા અને વિડીયો ઉતારવા મા મશગુલ હોય ટ્રાફિક સમસ્યા મા વધારો થયો હતો.લોકો ને ખદેડવા પોલીસ ને પરસેવો પડ્યો હતો.પાંચ વ્યકિતઓના કરુણ મોત નિપજ્યા હોવા છતા મોતનો મલાજો નહી જાળવી લોકો શુટીંગ કરતા નજરે પડયા હતા

(હિમાંશુ પુરોહિત/દેવાંગ ભોજાણી, ગોંડલ)

એક ભાઇ નવી હળિયાદ ખાતે વહેલા આવી જતાં થયો બચાવ
કરુણ ઘટના અંગે અશ્વિનભાઈના નાના ભાઈ મુકેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે બે ભાઈ અને બે બહેનોના પરિવારમાં અશ્વિનભાઈ મોટા હતા. બંને ભાઈઓ તેમજ ભાનુબેનનો પરિવાર સુરત સ્થાયી થયો હતો. સૌરાષ્ટ્રમાં માલસિકા, મોટા મુંજીયાસર અને ભેંસાણ મુકામે સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગ હોય સુરતથી સવારે નીકળ્યા હતા.

સાંજે ખોડલધામ દર્શન કરી મૂંજીયાસર આવવાના હતા. બન્ને ભાઈઓનો પરિવાર સાથે રહેતો હોય મુકેશભાઈ નવી હળિયાદ સંબંધીને ત્યાં ખરખરાના કામે બે દિવસ પહેલા જ આવી ગયા હતા. અકાળે પરિવારના 6 સભ્યોના નિધનથી પરિવાર શોક મગ્ન બન્યો હતો.