તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:કારખાનામાં જુગાર રમતા 5 શખ્સ એક લાખની રોકડ સાથે ઝડપાયા, દંપતી, મહિલા સહિત 45 જુગારી પકડાયા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓનલાઇન જુગાર રમાડતો ઝડપાયો

શહેરમાં પૂરબહારમાં ખીલેલી જુગારની મોસમ વચ્ચે પોલીસે જુદા જુદા 7 સ્થળે દરોડા પાડી દંપતી, મહિલા સહિત 45 જુગારીને તેમજ ઓનલાઇન જુગાર રમાડતા એક વિદ્યાર્થીને પકડી પાડી કાર્યવાહી કરી છે. ગોંડલ રોડ, મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સેમી ઇન્ડસ્ટ્રિઝ નામના કારખાનામાં જુગાર કલબ ચાલતી હોવાની માહિતીના આધારે દરોડો પાડી કારખાનેદાર દિવ્યેશ નાનજી કમાણી સહિત 5 શખ્સોને રૂ.1,03,600ની રોકડ સાથે પકડી પાડયા છે.

સરદારનગર-17માં પંચવટી એપાર્ટમેન્ટમાં હિરેન વિઠ્ઠલ ડાંગરિયાના ફલેટમાં દરોડો પાડી 13 શખ્સોને રૂ.19,910ની રોકડ સાથે, 80 ફૂટ રોડ પર ઓલ્વિન એન્જિનિયરિંગ નામના કારખાનાની ઉપર વિજય લક્ષ્મણ ગોગરાની ઓરડીમાંથી 7 શખ્સોને રોકડા રૂ.18,340 સાથે, નવાગામમાંથી જયેશ નરશી નગવાડીયા સહિત બે શખ્સને રૂ.10,300ની રોકડ સાથે, નવાગામ સ્લમ કવાર્ટર પાસેથી હુશેન અસગર ત્રીવેદી સહિત 4 શખ્સોને રૂ.10,030ની રોકડ સાથે, પોપટપરા-4માંથી નરેન્દ્ર રઘુરામ દુધરેજીયા, તેની પત્ની સહિત સાત શખ્સોને રૂ.5050ની રોકડ સાથે, રૈયા રોડ, રામેશ્વરપાર્ક-5, માતૃ એસ્ટીલા નામના એપાર્ટમેન્ટમાં નીલા કિશોર અજાગીયાના ફલેટમાંથી બે મહિલા સહિત સાતને રૂ.42 હજારની રોકડ સાથે પકડી પાડી પોલીસે કાર્યવાહી કરી છે.

તદઉપરાંત દૂધસાગર રોડ પરથી દોઢસો ફૂટ રિંગ રોડ, સાંઇધામ સોસાયટી-6માં રહેતા અને અભ્યાસની સાથે નોકરી કરતા પ્રણવ મયુર શાહ નામના યુવાન ઓનલાઇન જુગારના શોખીનોને અપ્લીકેશનના માધ્યમથી આઇડી આપી પૈસા મેળવી જુગા રમાડતા પકડી પાડયો હતો. પોલીસે તેની પાસેથી રૂ.25,500ના કિંમતના બે મોબાઇલ કબજે કરી કાર્યવાહી કરી છે. સાધુવાસવાણી સ્કૂલ પાસે પક્ષીઓના ચિત્રો પર જુગાર રમાડતી રાધા અમર રાઠોડને પોલીસે રૂ.720ની રોકડ સાથે પકડી પાડી છે.જન્માષ્ટમીના તહેવાર દરમિયાન અનેક સ્થળો પર જુગારની નાની-મોટી ક્લબ શરૂ થઇ છે. જેને પગલે પોલીસે જુગારીઓ ઉપર કાર્યવાહી કરવા દરોડા શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...