તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિસેબિલિટી વિરુદ્ધ સર્જરીની એબિલિટી:રાજકોટ સિવિલમાં બહેરા-મૂંગા 5 બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી થકી સાંભળવાની ક્ષમતા પ્રદાન કરવામાં આવી

રાજકોટ5 મહિનો પહેલા
માત્ર એક કલાકમાં ઓપરેશન કરવામાં આવે છે
  • કોરોનાને લઇને એક વર્ષ પહેલા આ ઓપરેશન બંધ કરવામાં આવ્યા હતા

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં હજારો લોકો રોજ સારવાર માટે આવે છે. આ સિવિલ હોસ્પિટલમાં લોકડાઉન બાદ બંધ થયેલા કોપ્યુલર ઇમ્પ્લાન્ટ ઓપરેશન 11 દિવસ પહેલા ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે 5 બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી થકી થકી સાંભળવાની ક્ષમતા પ્રદાન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગાંધીનગરથી નિષ્ણાંત તબીબોની ટીમ રાજકોટ આવી બાળકના ઓપરેશનને સફળ બનાવ્યું હતું. જેથી બાળકના માતા-પિતા અને પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થતું આ ઓપરેશન સિવિલમાં ફ્રીમાં થાય છે.

કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી નવી ટેક્નોલોજી
આ અંગે વાત કરતા સિવિલના ડોકટરે જણાવ્યું હતું કે, ગત. તા.25 અને 26 માર્ચ દરમ્યાન 3 બાળકો અને 2 બાળાની કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી નવી ટેક્નોલોજી 'પોસ્ટીરિયર ટાઇમ્પેનોટોમી' થકી કરવામાં આવી છે. આ પદ્ધતિથી સર્જરીની સફળતાનો રેશીયો વધુ રહેતો હોય છે અને સર્જરી સમયમાં ઘટાડો જોવા મળે છે. આ સર્જરીમાં ગાંધીનગર મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નીરજ સુરીનો સહયોગ મળ્યો હતો.

કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી નવી ટેક્નોલોજી
કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી નવી ટેક્નોલોજી

એક વર્ષ સુધી સ્પીચ થેરાપીની જરૂર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સર્જરી પ્રથમ એક કાનમાં કરવામાં આવે છે. આશરે દસ દિવસ બાળકને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. આ સર્જરી મગજની નર્વ સાથે ડાયરેક્ટ જોડાયેલ હોઈ તે ભાગમાં રસી કે અન્ય કોઈ ઇન્ફેક્શન ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોઈ છે. ત્યારબાદ મશીન ઓન કરવામાં આવે છે. અને બાળકને તબક્કા વાઈઝ ધ્વનિ અને શબ્દોથી પરિચિત કરવા બાળકને આશરે એક વર્ષ સુધી સ્પીચ થેરાપીની જરૂરત હોવાની અને તેના માટે ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા તેમને સેશન વાઈઝ આ થેરાપી આપવામાં આવે છે.

દેશમાં 1000 જેટલા બાળકોના ઓપરેશન થયા
રાજ્ય સરકારના હકારાત્મક વલણના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરીથી કોપ્યુલર ઇમ્પ્લાન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. જન્મથી બહેરા-મૂંગા બાળકોની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2019થી શરૂઆત કરવામાં આવી હતી. જે કોરોનાના સમયમાં બંધ કરવામાં આવી હતી. જોકે ફરી રાજ્ય સરકારના સહયોગથી આ સુવિધા રાજકોટમાં જ શરૂ કરવામાં આવી છે. રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગમાં ગઇકાલે કોપ્યુલર ઇમ્પ્લાન્ટની પ્રથમ સર્જરી કરવામાં આવી હતી. આ માટે ગાંધીનગરથી ખાસ તબીબોની ટીમ રાજકોટ આવી હતી. આ તબીબોની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ભારત ભરના 1000 જેટલા બાળકો કે જે જન્મથી જ બહેરા-મૂંગા હોય છે તેમના કોપ્યુલર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યા છે.

ઓપરેશન માટે ગાંધીનગરથી તબીબોની ટીમ આવે છે
ઓપરેશન માટે ગાંધીનગરથી તબીબોની ટીમ આવે છે

માત્ર એક કલાકમાં ઓપરેશન કરવામાં આવે છે
ગાંધીનગરથી ખાસ રાજકોટ ઓપરેશન માટે આવેલા તબીબ નીરજ સુરીએ જણાવ્યું હતું કે, ફરી એક વખત રાજકોટમાં ઓપરેશનની શરૂઆત થતા પ્રથમ દિવસે જ 6 બાળકોના ઓપરેશન કરાયા છે. અત્યાર સુધી કુલ 50 જેટલા બાળકોના ઓપરેશન માટે માત્ર નામ નોંધી દેવામાં આવ્યા છે કે જેમના ઓપરેશન સમય મુજબ કરવામાં આવનાર છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી માત્ર એક કલાકના જ સમય દરમિયાન ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે. ગત સપ્તાહ દરમિયાન ગાંધીનગર ખાતે આફ્રિકન બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં 500 જેટલા બાળકો જન્મથી બહેરા-મૂંગા
ગાંધીનગરથી આવેલી ખાસ તબીબોની ટીમ દ્વારા રાજકોટના તબીબોને ઓપરેશન માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેથી તબીબો દ્વારા આવતા દિવસોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના જન્મથી બહેરા-મૂંગા બાળકોની સારી સારવાર કરી શકે. એક સર્વે મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 500 જેટલા બાળકો છે કે જે જન્મથી બહેરા-મૂંગા છે. જેની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જ કરી આપવામા આવશે જે તદ્દન નિઃશુલ્ક રહેશે.

ઉનાના 5 વર્ષના બાળકનું ઓપરેશન થયુ હતું.
ઉનાના 5 વર્ષના બાળકનું ઓપરેશન થયુ હતું.

ઉનાના 5 વર્ષના બાળકનું ઓપરેશ થયું
ઉનાથી રાજકોટ સારવાર માટે આવેલા બાળકના પિતા કાનજીભાઇએ જણાવ્યું હતું કે, આજે મારુ બાળક 5 વર્ષનું છે જે જન્મથી બોલી કે સાંભળી શકતું નહોતું. જેની અમને ખબર ન હતી. પરંતુ ખબર પડતાં સાથે અમે તબીબોના અભિપ્રાય મેળવ્યા હતા અને ઓપરેશન અંગે જાણકારી મળી હતી. સરકારની મદદના કારણે નિઃશુલ્ક સારવાર મળતાં બાળકનું સફળ ઓપરેશન થયું છે. જો ખાનગી હોસ્પિટલમાં ગયો હોત તો 10થી 12 લાખનો ખર્ચ થાત જે હું કરી શકું તેમ નહોતો.

અન્ય સમાચારો પણ છે...