રાજકોટ:વોર્ડ દીઠ 5-5 પંપ ફાળવાયા, ATM, પેટ્રોલપંપ ઉપર હેન્ડપંપથી દવાનો છંટકાવ કરતું મનપા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • શહેરમાં દવા છંટકાવ કરવા મનપાએ 100 હેન્ડપંપ ખરીદ્યા

રાજકોટઃ મહાનગરપાલિકાના ફાયર વિભાગની સાથે હવે વોર્ડના નાના નાના વિસ્તારોમાં સોડિયમ હાઇપોક્લોરાઇડનો છંટકાવ કરવા માટે 100 હેન્ડપંપની ખરીદી કરી છે અને તમામ વોર્ડમાં પાંચ પાંચ પંપની ફાળવણી કરવામાં આવી છે. પંપથી વોર્ડ ઓફિસ, એ.ટી.એમ., પેટ્રોલપંપ સહિતના સ્થળો પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

100 જેટલા હેન્ડપંપ ખરીદ્યાં
જે સ્થળોએ લોકોની અવર જવર થતી હોય તેવા સ્થળોને મનપાની ટીમ હેન્ડપંપથી સોડિયમ હાઇપોક્લોરાઇડથી ડિસઇન્ફેક્શન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મેયર બિનાબેન આચાર્ય અને કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ ન ફેલાય તે માટે 100 જેટલા હેન્ડપંપ ખરીદ કરવામાં આવ્યા છે. તમામ વોર્ડ ઓફિસ, કરિયાણાની દુકાન, ટિપરવાન, એ.ટી.એમ., બેંક, પે એન્ડ યુઝ ટોઇલેટ વગેરે જગ્યા પર આ પંપથી સોડિયમ હાઇપોક્લોરાઇડથી ડિસઇન્ફેક્શન કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ મીડિયા હાઉસ, પોપટપરા મેઇન રોડ, રેલનગર મેઇન રોડ, માધાપર ચોકડીથી સિવિલ હોસ્પિટલ સુધીના બંને સાઇડના રોડ પર ડિસઇન્ફેક્ટની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...