તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો:4 દી’ સિંગતેલમાં સ્થિર વલણ બાદ તેજી, ડબ્બે રૂ. 15 વધ્યા

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવ વધતા સિંગતેલનો ડબ્બો રૂપિયા 2400 નજીક

સૌરાષ્ટ્રમાં સાઉથની મગફળીનું પિલાણ શરૂ થયું છે. સાઉથની મગફળીના પીલાણની પડતર કિંમત ડબ્બે રૂપિયા 100 ઓછી આવે છે જેને કારણે સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 40નો ઘટાડો આવ્યો હતો. આ ભાવ ઘટાડો 4 દિવસ સુધી સ્થિર રહ્યો હતો. 4 દિવસના સ્થિર વલણ બાદ સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. શુક્રવારે ડબ્બે રૂપિયા 15નો વધારો થયો હતો. આ ભાવ વધ્યા બાદ સિંગતેલનો ડબ્બો રૂપિયા 2400એ પહોંચવામાં માત્ર રૂપિયા 30નું જ છેટું રહ્યું છે .

આ અંગે તેલના વેપારીના જણાવ્યાનુસાર આ જે ભાવવધારો થયો છે એ ખરીદીમાં સામાન્ય વધઘટને કારણે નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલ અને અન્ય સાઈડ તેલમાં સ્થિર વલણ જોવા મળી.રહ્યું છે. શુક્રવારે સીંગતેલ લુઝમાં રાબેતા મુજબના સોદા થયા હતા. સીંગતેલ ભરવાની સિઝન સમયે ભાવ ઓલટાઈમ હાઈ રહ્યા હતા. આ સિવાય આખું વર્ષ તેમાં વધઘટ જોવા મળી રહી છે. સિંગતેલના વધતા જતા ભાવને કારણે ગૃહિણીઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...