તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતતા:49 % વિદ્યાર્થિનીને ખબર નથી જાતીય સતામણીની ફરિયાદ ક્યા કરી શકાય

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કોલેજના પ્રોફેસરનું મહિલાઓના હકની જાગૃતતા અંગેનું તારણ
  • ઘરમાંથી જાતીય શિક્ષણ મળે તો સતામણીની ઘટના ઓછી બને

રાજકોટની માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ એન્ડ હોમસાયન્સ કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા ડો. જયશ્રી રાણપરાએ ‘રાજકોટ શહેરની મહિલા શિક્ષિકા અને વિદ્યાર્થિનીઓમા શૈક્ષણિક સંસ્થામાં જાતીય સતામણી અંગેના તેમના હકની જાગૃતતાનો અભ્યાસ’ પર સંશોધન કર્યું છે.

જેમાં નીકળેલા તારણોમાં એવું બહાર આવ્યું છે કે માત્ર 51.82% જ વિદ્યાર્થિનીઓને જાતીય સતામણી થાય તો ક્યા ફરિયાદ કરી શકાય તેની જાણકારી છે, જાતીય સતામણીથી બચવા 80.82% વિદ્યાર્થિનીઓ વિવિધ રીતે પોતાની જાતનું રક્ષણ કરવા સજાગ છે, 65.80% વિદ્યાર્થિનીઓ માને છે કે કડક કાયદાઓથી તેમનામાં જાતીય સતામણી જેવી ઘટના બને તો ફરિયાદ કરવાની હિંમત આવી, 92.20% વિદ્યાર્થિનીઓ એવું માને છે કે, તેમને ઘરમાંથી જાતીય શિક્ષણ મળે તો જાતીય સતામણીની ઘટના ઘટાડી શકાય છે.

અધ્યાપકે આ સંશોધન માટે કુલ 600 વિદ્યાર્થિનીઓ પાસેથી માહિતી મેળવી હતી. જે માટે તેમણે હાયર સેકન્ડરી, કોલેજ તથા યુનિવર્સિટીના સમાન સંખ્યામાં વિદ્યાર્થિનીઓની પસંદગી કરી હતી.જાતીય સતામણીથી બચવા જરૂરી બાબતોમાં એવું જાણવા મળ્યું છે કે, પર્સ કે બેગમાં પેપર સ્પ્રે, મરચાંનો પાઉડર કે પેપર કટર જેવું સાધન રાખવું, સ્વબચાવ માટે માર્શલ આર્ટ જેવી તાલીમ પ્રાપ્ત કરવી, જોખમ લાગે તેવા સ્થળે એકલા ન જવું, રિક્ષા, ટેક્સી કે લિફ્ટ લીધી હોય ત્યારે વાહનનો નંબર પોતાના ઘરના સભ્યોને મોકલવો, મોબાઇલમાં 181 અભયમની એપ્લિકેશન રાખવી.

અન્ય સમાચારો પણ છે...