• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 48 Hours Later, In Rajkot, The Municipal Corporation Of India Started The Process Of Digging Pits, The Commissioner Instructed To Lay Paving Blocks On The Gaps.

વરસાદ બાદ થૂંકના સાંધા:48 કલાક બાદ રાજકોટમાં મનપાએ ખાડા બુરવાની પ્રક્રિયા શરુ કરી, ગાબડા પર પેવિંગ બ્લોક પાથરવા કમિશ્નરની સૂચના

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાડા બુરવાની પ્રક્રિયા શરુ - Divya Bhaskar
ખાડા બુરવાની પ્રક્રિયા શરુ

રાજકોટ શહેરમાં મંગળવારે પડેલા ભારે વરસાદને પગલે ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા, ત્યારે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી અને શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેને લઈને વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી.જેથી હવે વરસાદ બંધ થયાના 48 કલાક બાદ જોખમી ખાડાઓ સીસી, પેવિંગ બ્લોક અને મેટલ મોરમથી બુરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સુચના આપી છે. આજ રોજ મ્યુનિ. કમિશનરે સેન્ટ્રલ ઝોન વિસ્તાર સહીત માધાપર ચોકડી અને ગોંડલ ચોકડી ખાતે રસ્તાને રીપેર કરવાની કામગીરીની સમીક્ષા કરી હતી.

બ્લોકના કારણે લેવલીંગ સરખુ થાય છે
મનપાના અધિકારોના મતે શહેરના ત્રણેય ઝોનના મુખ્ય માર્ગો પર રહેલા ખાડા મેટલ કે મોરમથી બુરવાને બદલે જરૂર હોય ત્યાં પેવિંગ બ્લોકથી બુરવામાં આવી રહ્યા છે. પેવિંગ બ્લોકના કારણે લેવલીંગ સરખુ થાય છે. રોડની મજબુતી ટકી રહે છે. ખાડામાંથી આગળ પાણી પ્રસરતું નથી. લાંબો સમય સુધી આ બ્લોક ટકે પણ છે. આથી ખાડામાં પેવિંગ બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરાઇ છે.

વાહન ચાલકોને ડર પણ લાગતો હતો
સ્માર્ટ સીટીમાં ગત વર્ષ જેવો ‘ભૂકકા કાઢી નાંખે’ એવો જોરદાર વરસાદ પડયો છે.તેમાં તમામ માર્ગો પાણી પાણી થયા હતા, રાજમાર્ગો પર ટ્રાફિક જામ થયા હતા. તો નવા બ્રીજ આજુબાજુની સાઇટ પરથી ચાલવામાં વાહન ચાલકોને ડર પણ લાગતો હતો. આ તમામ સાઇટ આમ તો મહાપાલિકાએ સલામત કરેલી છે. પરંતુ મુખ્ય 150 ફુટ રીંગ રોડ પર અને કાલાવડ રોડ પર બ્રીજનું કામ અને વરસાદ એક સાથે ભેગા થતા હોય, ટ્રાફિકનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. તો નવા રાજકોટમાં કુદરતી વહેણ પર ડામર રોડ થઇ ગયા હોય, વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન કાયમી બન્યો છે. તેવામાં મનપા રોડ મજબુત રહે, કોન્ટ્રાકટર અને અધિકારીઓની વધુ જવાબદારી ફિકસ થાય તેના બદલે ખાડા બુરાણ પર વધુ ધ્યાન આપવા તંત્ર આગળ વધી રહ્યું છે.