તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંયોગ:શહેરમાં બપોર સુધી 47, બપોરથી સાંજ સુધીમાં 47 અને ગ્રામ્ય વિસ્તારમાં 47 પોઝિટિવ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 24 જ કલાકમાં 39 મોત સાથે નવો વિક્રમ નોંધાયો

રાજકોટમાં મંગળવારે કોરોનાના કેસમાં નવો સંયોગ સર્જાયો હતો. મનપાએ જાહેર કરેલા રિપોર્ટ મુજબ બપોર 12 સુધીમાં 47 કેસ આવ્યા, બપોરથી સાંજે 5 વાગ્યા સુધીમાં પણ 47 કેસ આવ્યા. આટલું જ નહીં જિલ્લા આરોગ્ય તંત્રે ગ્રામ્ય વિસ્તારના જે આંક આપ્યા તેમા પણ કુલ 47 કેસ જ નોંધાયા છે. આ જોગાનુજોગ છે કે પછી તંત્રે વળી કોઇ નવો આંકડાનો ખેલ શરૂ કર્યો છે તે શંકા જઈ રહી છે. મનપા ટીમે રેલવે સ્ટેશને કરેલા 67 મુસાફરોના ટેસ્ટમાંથી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટમાં મંગળવાર સવાર 8 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 39 મોત નોંધાયા છે જે જાહેર કરેલા આંક પ્રમાણે સૌથી વધુ છે. બીજી તરફ શહેરમાં ડિસ્ચાર્જ રેશિયો પણ એકદમથી વધારવાના પ્રયાસરૂપે 226 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...