પરીક્ષાનું આયોજન:જુનિયર ક્લાર્કની 122 જગ્યા માટે 45,397 ફોર્મ ભરાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ મનપાની ભરતી માટે રવિવારે પરીક્ષા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 24 ઓક્ટોબર રવિવારના રોજ જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં 122 જગ્યા માટે સમગ્ર રાજ્યમાંથી 45,397 ઉમેદવારની અરજી માન્ય રાખી હતી. અમદાવાદ, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, રાજકોટ એમ છ શહેરમાં કુલ 82 પરીક્ષા કેન્દ્રના કુલ 1624 રૂમમાં 45,397 ઉમેદવાર પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરાશે.

પરીક્ષાનો સમય 90 મિનિટનો હશે. અને ઓએમઆર પદ્ધતિથી 100 માર્કનું પેપર હશે. મનપાએ ઉમેદવારોની સહાયતા માટે ખાસ કન્ટ્રોલરૂમ શરૂ કર્યો છે. જેમાં ઉમેદવારો 0281-2221607 નંબર પર કોલ કરી પરીક્ષાના કોલ લેટર સંબંધી ક્વેરી અંગે પૂછપરછ કરી વધુ માહિતી મેળવી શકશે. અથવા recruitment@rmc.gov.in પર ઈ-મેલ કરીને ઉમેદવારો જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકશે. રાજકોટ મનપાના 145 જેટલા અધિકારી અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ તમામ લોકોને મહેકમ શાખા દ્વારા ખાસ ઓળખપત્ર પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...