પરીક્ષા:સાયન્સના 4500 વિદ્યાર્થીએ પ્રેક્ટિકલ પરીક્ષા આપી, માર્ક બોર્ડને મોકલી દેવાયા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં ગયા વર્ષે પ્રેક્ટિકલ પરીક્ષા નો’તી લેવાઈ: 12મી સુધી ચાલશે

2 માર્ચને બુધવારથી ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો જિલ્લાની જુદી જુદી શાળાઓમાં પ્રારંભ થયો હતો. રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે 4500 જેટલા વિદ્યાર્થી આ પરીક્ષામાં હાજર રહ્યા હોવાનું અને 67 ગેરહાજર રહ્યા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ જણાવ્યું હતું. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત તેના માર્ક પણ એ જ દિવસે વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યા હતા. કોરોનાકાળ બાદ ધોરણ 12ના વિદ્યાર્થી માટે બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી આ પહેલી પરીક્ષા છે.

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે માટે તમામ પરીક્ષાઓ બે સપ્તાહ પાછળ લઈ જવાની જાહેરાત કરી હતી. જેમાં પ્રાયોગિક પરીક્ષા પણ 2 માર્ચથી શરૂ થઇ 12 માર્ચના રોજ પૂર્ણ થશે. આ પરીક્ષામાં સ્કૂલના ત્રણ શિક્ષક અને બોર્ડ દ્વારા મૂકવામાં આવેલા એક શિક્ષક એમ કુલ ચાર શિક્ષક દ્વારા નિરીક્ષણ કરીને માર્ક્સ અપાયા હતા. 10થી 1 વાગ્યા સુધી અને બપોરે 2થી 5 વાગ્યા સુધી પરીક્ષા લેવાઈ હતી. બુધવારથી શરૂ થયેલી પરીક્ષા 11 દિવસ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...