પાકની ખરીદી:12 કલાકમાં 4.50 લાખ કિલો મગફળીની આવક, ત્રણ કલાકમાં રૂ.1.80 કરોડનો વેપાર

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભેજવાળી મગફળી આવતી હોવાથી ચાર દિવસ સુધી આવક બંધ રખાયા બાદ રવિવાર રાતથી આવક શરૂ કરાઈ હતી. જે સોમવારે સવારના 8 સુધી ચાલુ રાખવામાં આવી હતી. 12 કલાકમાં 15 હજાર બોરી એટલે 4.50 લાખ કિલો મગફળીની આવક નોંધાઈ હતી. સોમવારે સવારે 8.30થી 11.30 કલાક સુધી હરાજી થઈ હતી. રાજકોટ ઉપરાંત હળવદ પંથક અને જામનગર જિલ્લામાંથી મગફળીની આવક થઇ હતી. આ મગફળી પિલાણમાં વપરાશે, એક્સપોર્ટમાં પણ માગ છે.

  • 700થી લઇને રૂ.1000 સુધીનો ભાવ બોલાયો હતો, સિઝનમાં ભાવ ઊંચકાશે.
  • 25 દિવસ પહેલા મગફળીની આવક વહેલી શરૂ થઈ ગઇ છે
  • 15 સપ્ટેમ્બરથી નવી મગફળીની આવક શરૂ થઇ ગઈ છે.
  • 06 મહિના હજુ આવક ચાલુ રહેશે
અન્ય સમાચારો પણ છે...