વેક્સિનેશન:પડધરીમાં લમ્પી વાઇરસે દેખા દેતા 450 ગાયનું વેક્સિનેશન કરાયું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોરિયાળીમાં 25 પશુમાં લમ્પી ડિસીઝ જોવા મળ્યો હતો

પડધરી પંથકના થોરિયાળી ગામે 25 ગાયમાં ડિસીઝ જોવા મળતા એલર્ટ બનેલા તંત્રએ ગાયોમાં વેક્સિનેશનનો દોર શરૂ કર્યો હોઇ, અગાઉ 100થી વધુ ગાયમાં વેક્સિનેશન કરાયા બાદ હાલ થોરિયાળી અને ખોડાપીપર ગામે વધુ 450 ગાય વર્ગના પશુઓમાં વેક્સિનેશન કરાયું હતું.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને ગાયોમાં લમ્પી વાઇરસ એટલે એલએસડીનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગયા વર્ષે ભાવનગર, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં પશુઓમાં આવા કેસ દેખાયા બાદ તાજેતરમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં ચામડી સંલગ્ન આ ડિસીઝના કેસો જોવા મળ્યા હતા.

આ રોગને ગ્રામ્ય સ્તરે ગાંઠિયો તાવ પણ કહેવામાં આવે છે. ગોટપોક્સ નામનો આ વાઇરસ પશુઓમાં કઇ રીતે પ્રવેશે છે તે કોયડો છે, વાઇરસથી પશુઓમાં તાવ આવવો, શરીરે ફોડલા થવા, ખોરાક ઘટી જવો, દૂધનું ઉત્પાદન ઘટવું સહિતની સમસ્યાઓ જોવા મળે છે. હાલ પડધરી પંથકના થોરિયાળી અને ખોડાપીપર ગામે ગાય વર્ગના તમામ પશુઓનો સરવે કરી 450 પશુને કેપ્રીપોક્સ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...